નાસા ના ચાર સભ્યોની ટીમ હાલમાં Artemis 2 મિશન હેઠળ 10 દિવસની ચાંદની સફરે છે. આ મિશનમાં અંતરિક્ષયાત્રીઓ 189 ખાદ્ય પદાર્થો સાથે લઈ ગયા છે, જેમાં હોટ સોસનો પણ સમાવેશ થાય છે. આ સોસ પાછળનું કારણ માનવ શરીર પર માઇક્રોગ્રેવિટીની થતી અસર છે.
શું છે ‘સ્પેસ કોલ્ડ’ (Space Cold)?; નાસા
પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ લોહી અને અન્ય પ્રવાહીને નીચે તરફ ખેંચી રાખે છે. પરંતુ અવકાશમાં ઝીરો ગ્રેવિટી હોવાથી આ પ્રવાહી છાતી અને માથા તરફ ખસવા લાગે છે. આને વૈજ્ઞાનિક ભાષામાં ‘Cephalad Fluid Shift’ કહેવામાં આવે છે.
-
સૂજેલો ચહેરો: પ્રવાહી ઉપર આવવાથી ગાલ સૂજી જાય છે.
-
બંધ નાક: સાયનસમાં પ્રવાહી ભરાવાથી નાક બંધ થઈ જાય છે, જે સામાન્ય શરદી જેવું લાગે છે.
-
75% અસર: લગભગ 75% અવકાશયાત્રીઓને આ ‘સ્પેસ કોલ્ડ’ની સમસ્યા થાય છે.
અવકાશમાં ખોરાકનો સ્વાદ કેમ ગાયબ થઈ જાય છે?
આપણને જે સ્વાદનો અનુભવ થાય છે, તેમાં 80% ભૂમિકા સુગંધની હોય છે. નાક બંધ હોવાને કારણે અંતરિક્ષયાત્રીઓને ભોજનનો સાચો ફ્લેવર મળતો નથી. પરિણામે, તેમને ગમે તેટલું સારું ભોજન પણ ‘કાર્ડબોર્ડ’ જેવું ફિક્કું લાગે છે.
હોટ સોસ કેવી રીતે મદદ કરે છે?
જ્યારે નાક બંધ હોય અને જીભ સ્વાદ પારખી ન શકતી હોય, ત્યારે હોટ સોસમાં રહેલું Capsaicin (તીખાશ આપતું તત્વ) કામ આવે છે.
-
સીધી અસર: તીખાશ નાક પર આધાર રાખતી નથી. તે સીધું મગજની ચેતા (Trigeminal Nerve) પર અસર કરે છે.
-
તીખાશનો અનુભવ: નાક બંધ હોવા છતાં અંતરિક્ષયાત્રીઓને તીખાશનો અનુભવ થાય છે, જે તેમને કંઈક ખાવાની ઈચ્છા જગાડે છે.
-
મેનુ ફેટીગ (Menu Fatigue) થી બચાવ: જો ખોરાક સ્વાદહીન લાગે તો અવકાશયાત્રીઓ ધીમે-ધીમે ખાવાનું ઓછું કરી દે છે, જેનાથી નબળાઈ અને માનસિક થાક લાગે છે. હોટ સોસ તેમને પૂરતું પોષણ લેવા માટે પ્રોત્સાહિત કરે છે.
Artemis 2ના મેન્યુમાં આ પાંચ સોસ જે છે એ સૌથી પ્રામાણિક પસંદગી છે. આ સોસ એ વસ્તુનો સ્વીકાર છે કે ભોજન ખાવામાં ભોજન જેવું નથી લાગતું, શરીર એને ખાવાનું બંધ કરી દે છે અને એ સમયે આ સોસ કામ આવે છે. આ સોસનો ઉપયોગ બસ એટલા માટે જ કરવામાં આવે છે. સ્પેસમાં આ જ સોસનું અસ્તિત્વ છે. 2026માં આ જે પાંચ બોટલ ચંદ્ર મિશન પર લઈ જવામાં આવી છે એ આ ભોજન ખાવાનું મન નથી થતું એનો જવાબ છે. અંદાજે 6 દાયકાના સમય બાદ પાંચ બોટલ એ એક જવાબ છે. આ ટીમ સ્વાદ માટે નહીં, પરંતુ જીવંત રહેવા માટે અને ખાવાનું ખાવાની ઇચ્છા થાય એ માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ વિશે દરેક સ્પેસ એજન્સી શોધ કરી રહી છે અને આગામી મિશનમાં એનો ઉકેલ આવી જાય એ પણ શક્ય છે.
