Gujarat Plus
Breaking News
લાઈફ સ્ટાઇલ

નેલ પોલિશ સૂકવવા માટે કલાકો સુધી બેસવાની જરૂર નથી! મિનિટોમાં સૂકવવા માટે અપનાવો આ 7 સરળ રીતો

નેલ પોલિશ સૂકવવા માટે કલાકો સુધી બેસવાની જરૂર નથી! મિનિટોમાં સૂકવવા માટે અપનાવો આ 7 સરળ રીતો

લાઇફસ્ટાઇલ: નેલ પોલિશ લગાવવી તો સરળ છે, પણ તેને સૂકવવી ઘણીવાર મુશ્કેલ કામ બની જાય છે. ઘણીવાર ઉતાવળમાં નેલ પોલિશ ખરાબ થઈ જાય છે અને તમારી બધી મહેનત માથે પડે છે. જો તમારી પાસે પણ નેલ પોલિશ સૂકવવાની રાહ જોવાનો સમય નથી, તો આ કેટલીક સરળ ટ્રિક્સ તમને ખૂબ કામ લાગશે.

૧. પાતળા લેયરમાં નેલ પોલિશ લગાવો

એકસાથે જાડી પરત લગાવવાને બદલે બે પાતળા લેયર લગાવો. તેનાથી નેલ પોલિશ ઝડપથી સુકાય છે અને નખ પર વધુ સ્મૂધ ફિનિશિંગ પણ મળે છે.

૨. ઠંડા પાણીનો ઉપયોગ કરો

નેલપોલિશ લગાવ્યાના ૧ થી ૨ મિનિટ પછી તમારી આંગળીઓને ઠંડા પાણીમાં ડુબાડી દો. ઠંડુ પાણી પોલિશને જલ્દી સેટ કરવામાં મદદ કરે છે, પણ ધ્યાન રાખો કે પાણી અતિશય બરફ જેવું ન હોવું જોઈએ.

૩. હેર ડ્રાયરનો ‘કૂલ મોડ’ વાપરો

જો તમારી પાસે બિલકુલ સમય નથી, તો હેર ડ્રાયરનો ઉપયોગ કરો. ગરમ હવાને બદલે ડ્રાયરના ‘કૂલ મોડ’ની ઠંડી હવા નેલ પોલિશને જલ્દી ડ્રાય કરવામાં મદદરૂપ થાય છે.

૪. ક્વિક ડ્રાય ટોપ કોટ લગાવો

માર્કેટમાં ખાસ ‘ક્વિક ડ્રાય ટોપ કોટ’ મળે છે. આ કોટ લગાવવાથી નેલપોલિશ ચમકદાર બને છે અને તેને જલ્દી સેટ થવામાં પણ મદદ મળે છે.

૫. બેબી ઓઈલનો સ્પ્રે કરો

નેલપોલિશ લગાવ્યા પછી તેના પર હળવું બેબી ઓઈલ સ્પ્રે કરવાથી ઉપરનું લેયર જલ્દી સેટ થઈ શકે છે. તેનાથી નખમાં શાઇન પણ જળવાઈ રહે છે.

૬. પંખાની હવાનો ઉપયોગ

જો તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, તો થોડી મિનિટો પંખાની હવામાં હાથ રાખો. પંખાની હવા નેલપોલિશને ધીમે-ધીમે સૂકવવામાં મદદ કરે છે.

૭. નખને પહેલા સાફ કરો

જો નખ પર તેલ કે મોઇશ્ચરાઇઝર હશે, તો પોલિશ બરાબર સેટ થશે નહીં. તેથી પોલિશ લગાવતા પહેલા નખને બરાબર સાફ અને કોરા કરવા જોઈએ.

આ નાની-નાની ટ્રિક્સ અપનાવવાથી તમારા નખનો લુક પણ સુધરશે અને વારંવાર નેલ પોલિશ ખરાબ થવાની સમસ્યા પણ દૂર થશે.

સંબંધિત પોસ્ટ્સ

ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાવી જોઈએ કે નહીં? જાણો એક્સપર્ટ્સ શું આપી રહ્યા છે સલાહ

praxpatel

હેર ટ્રાન્સપ્લાન્ટ પછી આટલું ધ્યાન રાખશો તો જ મળશે બેસ્ટ રિઝલ્ટ, જાણો સાચી રીત

praxpatel

ઉનાળામાં દહીં જલ્દી ખાટું થઈ જાય છે? અપનાવો આ સરળ ટિપ્સ, દહીં લાંબા સમય સુધી રહેશે તાજું અને સ્વાદિષ્ટ

praxpatel