Gujarat Plus
Breaking News
ગુજરાત

ગુજરાતમાં હીટ વેવ પછી માવઠાની આગાહી: 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું એલર્ટ

ગુજરાતમાં હીટ વેવ પછી માવઠાની આગાહી: 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું એલર્ટ

ગુજરાતમાં ગરમી વધતી જ રહી છે. તે વચ્ચે હવામાન વિભાગે હવે કમોસમી વરસાદની(માવઠાની) આગાહી કરી છે. India Meteorological Department (IMD) મુજબ 18થી 20 માર્ચ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. આને લઈને કેટલાક વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

18 માર્ચે આ જિલ્લાઓમાં વરસાદ ની શક્યતા

હવામાન વિભાગ મુજબ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 18 માર્ચે માવઠું પડી શકે છે.

આ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે:

  • કચ્છ

  • બનાસકાંઠા

  • સાબરકાંઠા

  • પાટણ

  • મોરબી

  • જામનગર

  • દેવભૂમિ દ્વારકા

આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

19 માર્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠું

19 માર્ચે ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા:

કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ.

આ વિસ્તારોમાં મેઘગર્જના સાથે છૂટાછવાયા વરસાદ પડી શકે છે.

ભારે પવન પણ ફૂંકાઈ શકે

હવામાન વિભાગ મુજબ 18 અને 19 માર્ચ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ કારણે લોકો અને ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

20 માર્ચે આ 6 જિલ્લામાં વરસાદ

20 માર્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.

આ જિલ્લાઓમાં આગાહી:

  • કચ્છ

  • બનાસકાંઠા

  • સાબરકાંઠા

  • અરવલ્લી

  • મહીસાગર

  • દાહોદ

આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડી શકે છે.

ખેડૂતોમાં ચિંતા

આ કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.

કારણ કે આ સમય દરમિયાન વરસાદ પડવાથી ખેતરના પાકને નુકસાન થવાની શક્યતા રહે છે.

સંબંધિત પોસ્ટ્સ

મોદીની ડીગ્રી મામલે કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટ તરફથી ઝટકો, ફગાવાઇ અરજી,હવે શુ છે વિકલ્પ !

ANIL PATEL

સુરતમાં ITના દરોડા: ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમંડ અને મહાકાલ ગ્રુપના 20થી વધુ સ્થળોએ તપાસનો ધમધમાટ

ANIL PATEL

સુરત: મિલેનિયમ કાપડ માર્કેટમાં ભીષણ આગ, ફાયર વિભાગની 8થી વધુ ગાડીઓ ઘટના સ્થળે

aminparmar