Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મોટી બેદરકારી: 19 વર્ષથી નથી આપ્યો હિસાબ, CAG રિપોર્ટમાં ખુલાસો

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મોટી બેદરકારી: 19 વર્ષથી નથી આપ્યો હિસાબ

ગુજરાત સરકારના વહીવટમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. રાજ્યના પ્રખ્યાત મંદિરોનો વિકાસ કરતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા 19 વર્ષથી પોતાનો હિસાબ આપવામાં નિષ્ફળ રહ્યું છે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો 19 વર્ષથી હિસાબો અંધારામાં

CAG (Comptroller and Auditor General) ના રિપોર્ટ મુજબ, આ બોર્ડે વર્ષ 2006-07 થી અત્યાર સુધીના વાર્ષિક અહેવાલો વિધાનસભામાં રજૂ કર્યા નથી.

  • કુલ 19 વાર્ષિક અહેવાલો હજુ પણ બાકી બોલે છે.

  • 31 જુલાઈ 2025 સુધીની સ્થિતિએ, 2024-25 સુધીના ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યા નથી.

  • નિયમ મુજબ, દરેક સરકારી બોર્ડે દર વર્ષે પોતાની કામગીરીનો અહેવાલ રજૂ કરવો ફરજિયાત છે.

કરોડોની ગ્રાન્ટનો હિસાબ ક્યાં?

રાજ્ય સરકાર દર વર્ષે સોમનાથ, દ્વારકા અને અંબાજી જેવા મોટા યાત્રાધામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે.

  • શ્રદ્ધાળુઓની સુવિધા અને વિકાસ પ્રોજેક્ટ્સ માટે જાહેર જનતાના નાણાં ખર્ચાય છે.

  • છેલ્લા બે દાયકાથી આ નાણાંનો ઉપયોગ કેવી રીતે થયો, તેની કોઈ સ્પષ્ટતા નથી.

  • ઓડિટ રિપોર્ટના અભાવે આર્થિક ગેરરીતિની આશંકાઓ પણ સેવાઈ રહી છે.

સૌથી ખરાબ વહીવટી રેકોર્ડ

રિપોર્ટમાં અન્ય સંસ્થાઓની સરખામણીએ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો રેકોર્ડ સૌથી ખરાબ જોવા મળ્યો છે.

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત શહેરી વિકાસ નિગમના પણ અહેવાલો બાકી છે.

  • પરંતુ 19 વર્ષ જેટલો લાંબો સમયગાળો માત્ર આ બોર્ડના નામે જ નોંધાયેલો છે.

 

સંબંધિત પોસ્ટ્સ

અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ JD Vance બન્યા ચોથી વાર પિતા, જાણો તેમના બાળકો અને પરિવાર વિશે!

praxpatel

તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ: અન્નામલાઈએ ભાજપ છોડ્યું, ‘વી ધ લીડર્સ’ સાથે ગણતરીના કલાકોમાં જોડાયા લાખો લોકો

praxpatel

અમદાવાદ: સાબરમતી નદીમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, ઓળખ માટે પોલીસની તપાસ શરૂ

praxpatel