Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાજનીતિરાષ્ટ્રીય

ભાજપમાં ‘આયાતી’ નેતાઓનો દબદબો: સંઘના બેકગ્રાઉન્ડ વગર જ આ 9 દિગ્ગજો બન્યા ‘કિંગ’

ભાજપમાં ‘આયાતી’ નેતાઓનો દબદબો: સંઘના બેકગ્રાઉન્ડ વગર જ આ 9 દિગ્ગજો બન્યા ‘કિંગ’

ભારતીય જનતા પાર્ટી (BJP) વિશે પહેલા એવું કહેવાતું કે અહીં વર્ષો સુધી સંઘની શાખાઓમાં તપવું પડે ત્યારે સત્તા મળે. પણ હવે સમય બદલાયો છે. હવે ભાજપ ‘કેડર બેઝ્ડ’ પક્ષને બદલે ‘વિનર બેઝ્ડ’ પાર્ટી બની ગઈ હોય તેમ લાગે છે. બિહારમાં સમ્રાટ ચૌધરીનો તાજેતરનો રાજ્યાભિષેક તેનું તાજું ઉદાહરણ છે.

બીજા પક્ષમાંથી ભાજપ આવ્યા અને સીધા ‘મુખ્યમંત્રી’ની ખુરશી પર બિરાજ્યા

હાલમાં ભાજપ ના એવા અનેક દિગ્ગજ નેતાઓ છે જેઓ બીજા પક્ષમાં પોતાની તાકાત બતાવી, ભાજપમાં જોડાયા અને ટૂંકા સમયમાં જ મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી જેવી સર્વોચ્ચ ગાદી મેળવી લીધી.

નેતાનું નામ કયા પક્ષમાંથી આવ્યા? વર્તમાન/ભૂતપૂર્વ પદ
સમ્રાટ ચૌધરી RJD, JDU મુખ્યમંત્રી (બિહાર)
હિમંતા બિસ્વા સરમા કોંગ્રેસ મુખ્યમંત્રી (આસામ)
પેમા ખાંડુ કોંગ્રેસ મુખ્યમંત્રી (અરુણાચલ પ્રદેશ)
એન. બીરેન સિંહ કોંગ્રેસ મુખ્યમંત્રી (મણિપુર)
માણિક સાહા કોંગ્રેસ મુખ્યમંત્રી (ત્રિપુરા)
બ્રજેશ પાઠક BSP નાયબ મુખ્યમંત્રી (UP)
બસવરાજ બોમ્મઈ જનતા દળ પૂર્વ મુખ્યમંત્રી (કર્ણાટક)

‘પારકા છોકરાને જનોઈ આપવી!’

બિહારમાં સમ્રાટ ચૌધરીનો ઉદય જૂના કાર્યકરો માટે આશ્ચર્યજનક છે. RJD અને નીતિશ કુમાર સાથે વર્ષો સુધી કામ કર્યા પછી, ભાજપ માં આવતાની સાથે જ તેમને મોટી જવાબદારી સોંપાઈ. એવી જ રીતે, ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ ભાજપે અન્ય પક્ષોના તૈયાર નેતાઓને આવકારીને સત્તાના સમીકરણો બદલી નાખ્યા છે.

શું જૂના કાર્યકરોમાં રોષ વધશે?

ભાજપ ની આ રણનીતિ અત્યારે તો તેને ચૂંટણી જીતાડી રહી છે, પરંતુ સવાલ એ છે કે વર્ષોથી ‘ભારત માતાની જય’ બોલાવતા પાયાના કાર્યકરોનું શું? જ્યારે બહારથી આવેલા નેતાઓ સીધી ‘મલાઈ’ ખાઈ જાય છે, ત્યારે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં ભવિષ્યમાં આંતરિક વિરોધ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

કહેવત છે ને કે, ‘ઘી ઢોળાયું તો ખીચડી’માં પણ અહીં તો ધી બીજાનું છે અને ખીચડી ભાજપમાં રંધાય છે! હાલ તો ભાજપના જૂના કાર્યકરો મૂંગા મોઢે આ ખીચડી ખાઈ રહ્યા છે પણ એ દિવસો પણ દૂર નથી જ્યારે આ ખીચડી અબકે ચઢશે ‘ને જૂના કાર્યકરો જ મોઢું ફેરવતા થઈ શિસ્તબદ્ધ પાર્ટીને સવાલો કરતાં થઈ જશે.

સંબંધિત પોસ્ટ્સ

New Covid Variant: 75 મ્યુટેશન સાથે આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ, જાણો કેટલો ખતરનાક?

praxpatel

ગુજરાતમાં બોગસ સર્ટીનું કૌભાંડ: બે સગા ભાઈઓએ અલગ-અલગ અનામતથી મેળવી સરકારી નોકરી

praxpatel

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત! સેમીકન્ડક્ટર મિશન જોખમમાં?

praxpatel