Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં બર્ડ ફ્લૂ નું જોખમ: મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં તપાસ શરૂ

ગુજરાતમાં બર્ડ ફ્લૂ નું જોખમ: મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં તપાસ શરૂ

મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂ ના કેસ નોંધાતા હવે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પડોશી રાજ્યમાં વધતા સંક્રમણને જોતા ગુજરાતના પશુપાલન વિભાગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલ્ટ્રી ફાર્મનું નિરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર

મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં બર્ડ ફ્લૂની અસર જોવા મળી છે. સાવચેતીના ભાગરૂપે ત્યાં લાખો મરઘાનો નાશ કરવામાં આવ્યો છે. આ સ્થિતિને જોતા ગુજરાત સરકાર સાવધ બની છે. ખાસ કરીને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં વિશેષ વોચ રાખવામાં આવી રહી છે.

તંત્ર દ્વારા લેવાયેલા પગલાં

  • દરેક જિલ્લામાં કલેક્ટર અને DDO ના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવાઈ છે.

  • પશુપાલન વિભાગની ટીમો પોલ્ટ્રી ફાર્મ અને પક્ષીઓના આશ્રયસ્થાનોની મુલાકાત લઈ રહી છે.

  • સીમાવર્તી વિસ્તારોમાં પક્ષીઓની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે.

  • કોઈપણ શંકાસ્પદ કેસ જણાય તો ત્વરિત રિપોર્ટ કરવા આદેશ અપાયા છે.

નાગરિકો માટે પશુપાલન વિભાગની સૂચના

સરકારે લોકોને ગભરાવાને બદલે સાવચેત રહેવા અપીલ કરી છે. જો તમારા વિસ્તારમાં અચાનક મોટી સંખ્યામાં પક્ષીઓ કે મરઘાના મોત થાય, તો તરત જ નજીકના સરકારી પશુ દવાખાને જાણ કરો. ચિકન કે ઈંડાનો ઉપયોગ કરનારા લોકોએ પણ અત્યારે પૂરતી સાવધાની રાખવી જરૂરી છે.

બર્ડ ફ્લૂના સંભવિત જોખમોને ટાળવા માટે પશુપાલન વિભાગે પણ લોકોને સાવચેતી રાખવા અપોલ કરી છે. ઇંડા કે ચિકનનો ઉપયોગ કરનારા લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. જો કોઈ વિસ્તારમાં અચાનક મોટી સંખ્યામાં મરઘાં કે પક્ષીઓનાં મોત થાય તો તુરંત જ નજીકના સરકારી પશુ દવાખાને જાણ કરવા જણાવાયું છે. હાલમાં રાજ્ય સરકાર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે અને નાગરિકોને ગભરાવવાને બદલે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ્સ

PM Modi Netherlands Visit: ‘ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બનવા માંગે છે’, નીધરલેન્ડ્સમાં પીએમ મોદીનું મોટું નિવેદન

praxpatel

ગુજરાતમાં બોગસ સર્ટીનું કૌભાંડ: બે સગા ભાઈઓએ અલગ-અલગ અનામતથી મેળવી સરકારી નોકરી

praxpatel

ઘરે દ્રાક્ષમાંથી કઈ રીતે બનાવશો કિશમિશ? જાણો 1 કિલો બનાવવા કેટલી દ્રાક્ષ જોઈએ અને સાચી રીત

praxpatel