Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

“શું તમે પાર્લામેન્ટથી ઉપર છો?”: બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે વન વિભાગને ખખડાવ્યું

બાલારામ

બનાસકાંઠાના બાલારામ સેંચુરીની જમીનનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે અધિકારીઓની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

કોર્ટના તીખા સવાલો

હાઈકોર્ટે પૂછ્યું કે જ્યારે મામલો ન્યાયાધીન હોય ત્યારે અધિકારીઓ કાયદો હાથમાં કેવી રીતે લઈ શકે? કોર્ટે સખત શબ્દોમાં કહ્યું, “શું તમે તમારી જાતને પાર્લામેન્ટ કરતા પણ ઉચ્ચ સમજો છો?”

બાલારામ વિવાદ શા માટે થયો ?

આદિવાસીઓએ જમીન મામલે કોર્ટમાં કેસ કર્યો હતો. કેસ પડતર હોવા છતાં વન વિભાગ અને પોલીસના અધિકારીઓ તે જમીન પર ગયા હતા. આ દરમિયાન વન વિભાગ અને આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ અને મારામારી થઈ હતી.

બાલારામ સેંચુરીની આ વિવાદિત જમીન પર વન વિભાગના અધિકારીઓ અને આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ અને મારામારીની ઘટના બની હતી. આ બાબતને ગંભીરતાથી લેતા કોર્ટે સ્પષ્ટ કર્યું કે, “આ દેશમાં કોઈપણ વ્યક્તિ, ભલે તે અધિકારી હોય, કાયદો હાથમાં લઈ શકે નહીં.” કોર્ટે વન વિભાગને સ્પષ્ટ રીતે પૂછ્યું હતું કે, કયા અધિકાર હેઠળ અને કયા કારણોસર તેઓ વિવાદિત જમીન પર પહોંચ્યા હતા?

કાયદો સર્વોપરી છે

કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ દેશમાં કોઈપણ વ્યક્તિ, ભલે તે અધિકારી હોય, કાયદો હાથમાં લઈ શકે નહીં. હાઈકોર્ટે વન વિભાગ પાસે ખુલાસો માંગ્યો છે કે તેઓ કયા અધિકાર હેઠળ વિવાદિત જમીન પર પહોંચ્યા હતા.

સંબંધિત પોસ્ટ્સ

વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: 326 રસ્તાઓ બંધ, ઉદવાડા-પારડી વચ્ચે રેલવે ટ્રેક ધોવાતાં મુંબઈ-અમદાવાદ રૂટ પ્રભાવિત

praxpatel

રાજુલામાં સિંહ-દીપડાના આંટાફેરા: મંદિરમાં દીપડો ઘૂસતા સ્થાનિકોમાં ભારે ફફડાટ

praxpatel

કરોડોનો ખર્ચો કરવા છતાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદૂષણની હાલત દયનીય

ANIL PATEL