Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

બાબર આઝમ નો નવો ધમાકો: ‘SENA’ દેશો સામે રચેલા રેકોર્ડથી બન્યા પ્રથમ પાકિસ્તાની ખેલાડી

બાબર આઝમનો નવો ધમાકો: 'SENA' દેશો સામે રચેલા રેકોર્ડથી બન્યા પ્રથમ પાકિસ્તાની ખેલાડી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન બાબર આઝમ (Babar Azam) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. બાબર આઝમ ‘SENA’ (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશો સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9,000 કે તેથી વધુ રન બનાવનારા પાકિસ્તાનના સૌપ્રથમ બેટ્સમેન બની ગયા છે.

હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. શનિવારે (30 મે 2026) ના રોજ રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં બાબર આઝમ એ  94 બોલમાં શાનદાર 69 રનની ઇનિંગ રમીને આ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.

‘SENA’ દેશો સામે સૌથી વધુ રન બનાવનારા પાકિસ્તાની બેટ્સમેનો

બાબર આઝમે પાકિસ્તાનના અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. ‘SENA’ દેશો સામે પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બનાવનારા ટોચના ખેલાડીઓની યાદી નીચે મુજબ છે:

બેટ્સમેનનું નામ કુલ રન બેટિંગ એવરેજ (Average)
બાબર આઝમ 9,006 રન 45.94
ઇન્ઝમામ-ઉલ-હક 8,224 રન 39.53
જાવેદ મિયાંદાદ 7,902 રન 49.69
મોહમ્મદ યુસુફ 7,085 રન 39.80

બાબર આઝમની અત્યાર સુધીની વનડે કારકિર્દી

બાબર આઝમ વનડે ક્રિકેટમાં પાકિસ્તાનનો સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન રહ્યો છે. તેમનો વનડે રેકોર્ડ ખૂબ જ મજબૂત છે:

  • કુલ મેચ: 141 (138 ઇનિંગ્સ)

  • કુલ વનડે રન: 6,570 રન

  • બેટિંગ એવરેજ: 53.85

  • સદી અને અડધી સદી: 20 સદી અને 38 અડધી સદી

  • સર્વોચ્ચ સ્કોર: 158 રન

એક નજર આંતરરાષ્ટ્રીય કરિયર પર

બાબર આઝમ હાલમાં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો પાંચમો બેટ્સમેન છે. વર્ષ 2015માં ડેબ્યૂ કરનાર 31 વર્ષીય બાબરે અત્યાર સુધી 348 મેચોની 388 ઇનિંગ્સમાં 45.35 ની એવરેજથી કુલ 15,647 રન બનાવ્યા છે, જેમાં 32 સદી અને 108 અડધી સદી સામેલ છે.

સંબંધિત પોસ્ટ્સ

IPL 2026: ધોની અને વૈભવ સૂર્યવંશી વચ્ચે ઉંમરનો મોટો તફાવત જોઈને ચોંકી જશો!

praxpatel

સંસદ સત્ર બાદ પક્ષ-વિપક્ષની ‘ચાય પે ચર્ચા’: PM મોદી, પ્રિયંકા ગાંધી, રાજનાથ હાજર રહ્યા, G-RAM-G બિલના વિરોધમાં TMCએ સંસદમાં આખી રાત ધરણા કર્યા

Gujarat Plus

મમતાએ જોબ-ગેરંટી યોજનામાં મહાત્મા ગાંધીનું નામ જોડ્યું: મમતાએ કહ્યું- મનરેગામાંથી બાપુનું નામ હટાવવું શરમજનક; કેન્દ્રએ તેનું નામ ‘VB–જી રામ જી’ કર્યું

Gujarat Plus