Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

Anupam Kher: 71 વર્ષના અનુપમ ખેર ઉઠાવે છે 68 વર્ષના નાના ભાઈનો બધો ખર્ચ, પત્ની કિરણ ખેર વિશે કહી આ વાત

Anupam Kher: 71 વર્ષના અનુપમ ખેર ઉઠાવે છે 68 વર્ષના નાના ભાઈનો બધો ખર્ચ, પત્ની કિરણ ખેર વિશે કહી આ વાત

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર (Anupam Kher) હાલમાં પોતાના નાના ભાઈ રાજુ ખેર સાથેના બોન્ડિંગને યાદ કરીને ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા. 500 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અનુપમ ખેરે ખુલાસો કર્યો છે કે તેઓ વર્ષોથી પોતાના નાના ભાઈનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે. આ સાથે જ તેમણે પોતાની પત્ની કિરણ ખેરના (Kirron Kher) પણ વખાણ કર્યા કે તેમણે આ નિર્ણય પર ક્યારેય સવાલ નથી ઉઠાવ્યો.

‘મેનેજરને કહી દીધું હતું કે સવાલ ન પૂછે’

એક ઈન્ટરવ્યુમાં અનુપમ ખેરે જણાવ્યું કે, “હું આજે પણ રાજુના ઘરના તમામ ખર્ચના ચેક સાઇન કરું છું. મેં ઘણા સમય પહેલા મારા મેનેજરને સ્પષ્ટ કહી દીધું હતું કે, જિંદગીમાં એક વાત યાદ રાખજે, હું મારા ભાઈને કેટલા પૈસા આપું છું તે મને ક્યારેય પૂછતો નહીં.” તેમણે વધુમાં ઉમેર્યું કે જો દરેક ભાઈ પોતાના બાળપણના દિવસો યાદ રાખે તો ભાઈઓ વચ્ચે ક્યારેય વિવાદ નહીં થાય.

કેમ હજી સુધી પોતાનું ઘર નથી ખરીદ્યું?

અનુપમ ખેરે કરિયરની શરૂઆતના દિવસો યાદ કરતા કહ્યું કે તેઓ માત્ર 37 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા. આટલી સફળતા મેળવ્યા પછી પણ મુંબઈમાં પોતાનું ઘર ન ખરીદવા પાછળ કોઈ આર્થિક તંગી નથી, પરંતુ તેમનો એક ખાસ વિચાર છે. તેમણે કહ્યું કે જમીન-જાયદાદ માટે ભાઈઓને એકબીજાના દુશ્મન બનતા જોઈને તેમને ખૂબ દુઃખ થાય છે, તેથી તેઓ ભાડાના ઘરમાં રહેવાનું વધુ પસંદ કરે છે.

આગામી ફિલ્મો

અનુપમ ખેર ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા ૨’ (Khosla Ka Ghosla 2) માં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2006માં આવેલી સુપરહિટ કોમેડી ફિલ્મની સિક્વલ છે, જે 28 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

સંબંધિત પોસ્ટ્સ

‘મન્નત’ના રેનોવેશનનો રસ્તો સાફ થયો, શાહરૂખ ખાનના ઘરમાં જોડાશે વધારાની મંઝિલ, સુપરસ્ટારને સુપ્રીમ કોર્ટથી મળી મોટી રાહત

praxpatel

જ્યારે ફેને રણબીર કપૂરને ‘રણવીર સિંહ’ કહીને બોલાવ્યો! ‘ધુરંધર’ની સફળતા પર એક્ટરનું રિએક્શન વાયરલ

praxpatel

એક ફોટોના કારણે બોબી દેઓલ ને મળી 917 કરોડની ફિલ્મ, દીકરાની સફળતા જોઈ પિતા ધર્મેન્દ્ર પણ ગદગદ થયા

praxpatel