Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

મિશન 2027 માટે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યું નવું સંગઠન, જુઓ લિસ્ટ

આમ આદમી પાર્ટી

અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ (AAP) સંગઠનને મજબૂત કરવા મોટો નિર્ણય લીધો છે. ‘મિશન 2027’ ને ધ્યાનમાં રાખીને પાર્ટીએ નવા સંગઠન માળખાની જાહેરાત કરી છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ યોજીને આ નવી ટીમની જાહેરાત કરી હતી.

આ નવી ટીમ પ્રદેશ પ્રભારી ગોપાલ રાયના માર્ગદર્શન હેઠળ કામ કરશે. તેમજ પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયા આ ટીમનું નેતૃત્વ કરશે.

સ્થાનિક ચૂંટણીઓમાં AAPનો મજબૂત દેખાવ: ગોપાલ ઇટાલિયા

ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદમાં ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્થાનિક ચૂંટણીઓમાં માત્ર AAPએ જ 5000 થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. તેમાંથી 500 થી વધુ ઉમેદવારો તાલુકા અને જિલ્લા પંચાયતમાં જીત્યા છે. ગુજરાતના ઇતિહાસમાં ઝાડુના નિશાન પર આ મોટી જીત છે. જનતાએ 2022 અને 2026 બંને ચૂંટણીમાં પાર્ટીને આશીર્વાદ આપ્યા છે.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતુ કે આ ઉપરાંત અનુપભાઈ શર્માને પ્રદેશ મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે પાયલબેન સાકરિયા, યુવા મોરચાના પ્રમુખ તરીકે બ્રિજરાજભાઈ સોલંકી અને વિદ્યાર્થી મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે ધાર્મિક માથુકિયાની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાતમાં સંગઠનની દૃષ્ટિએ ૧૪ ઝોન બનાવી વિવિધ લોકસભા વિસ્તારો માટે સંગઠન મંત્રીઓની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં ડૉ.કરન બારોટ, વિક્રમભાઈ દવે, સંજયસિંહ રાજ, મહેશભાઈ અણધણ, નિરંજનભાઈ વસાવા, બાબુભાઈ ડામોર, પ્રભાતસિંહ સોલંકી, જયદીપસિંહ ભાલુસિંહ ચૌહાણ, ધર્મેશભાઈ ભંડેરી, કમલેશભાઈ પટેલ, નિકુંજભાઈ સાવલિયા, રાજુભાઈ બોરખતરિયા, અજીતભાઈ લોખિલ અને ડો. કિરીટસિંહ રાણાનો સમાવેશ થાય છે. ગુજરાત અને દેશની હાલની પરિસ્થિતિ અંગે જણાવતાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના ભાવ, પેપર લીક, ખાતરની અછત, દૂધના વધતા ભાવ, શિક્ષણ ખર્ચ અને મોંઘવારીના કારણે જનતા મુશ્કેલીમાં છે. સરકાર જનતાની વાત સાંભળવા તૈયાર નથી, તેથી આવનારી ૨૧મી તારીખે આખા ગુજરાતમાં મોંઘવારીના વિરોધમાં અને જનતાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજવામાં આવશે અને જનતાના મુદ્દાઓ સરકાર સુધી પહોંચાડવા માટે પાર્ટી આગળ આવશે.

આ નેતાઓને મળી પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી

AAPએ સંગઠનમાં 12 પ્રદેશ ઉપપ્રમુખોની નિમણૂક કરી છે. જેમાં નીચેના નેતાઓનો સમાવેશ થાય છે:

  • ડૉ. જ્વેલ વસરા

  • કૈલાસદાન ગઢવી

  • રામ ધડુક

  • ગૌરી દેસાઈ

  • યુવરાજસિંહ જાડેજા

  • બિપિન ગામેતી

  • રાજુભાઈ વલવાઇ

  • મયુર સાકરીયા

  • રાજકરણ ઠાકોર

  • કાયનાત અન્સારી આથા

  • જીગીષા પટેલ

  • જયંતીભાઈ પ્રણામી

મોરચા અને પાંખના નવા પ્રમુખોની યાદી

પાર્ટીએ યુવા, મહિલા અને વિદ્યાર્થી પાંખમાં પણ નવી નિમણૂકો કરી છે:

  • પ્રદેશ મંત્રી: અનુપ શર્મા

  • મહિલા મોરચા પ્રમુખ: પાયલ સાકરીયા

  • યુવા મોરચા પ્રમુખ: બ્રિજરાજ સોલંકી

  • વિદ્યાર્થી પાંખ (ASAP) પ્રમુખ: ધાર્મિક માથુકિયા

14 ઝોન માટે સંગઠન મંત્રીઓની નિમણૂક

ગુજરાતને સંગઠનની દૃષ્ટિએ 14 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. લોકસભા વિસ્તારો માટે નીચેના 14 સંગઠન મંત્રીઓ જાહેર કરાયા છે:

ડૉ. કરન બારોટ, વિક્રમ દવે, સંજયસિંહ રાજ, મહેશ અણધણ, નિરંજન વસાવા, બાબુભાઈ ડામોર, પ્રભાતસિંહ સોલંકી, જયદીપસિંહ ચૌહાણ, ધર્મેશ ભંડેરી, કમલેશ પટેલ, નિકુંજ સાવલિયા, રાજુભાઈ બોરખતરીયા, અજીત લોખીલ અને ડૉ. કિરીટસિંહ રાણા.

21 મે ના રોજ મોંઘવારી સામે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન

ગોપાલ ઇટાલિયાએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે પ્રજા મોંઘવારીથી પરેશાન છે. પેટ્રોલ-ડીઝલના ભાવ, પેપર લીક અને શિક્ષણનો ખર્ચ સતત વધી રહ્યો છે. સરકાર જનતાનો અવાજ સાંભળતી નથી. તેથી, આગામી 21 મે ના રોજ નવી ટીમ સાથે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં મોંઘવારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે.

સંબંધિત પોસ્ટ્સ

Israel-Iran War: ઈરાનને વધુ એક મોટો ફટકો, સુરક્ષા ચીફ લારીજાની બાદ હવે ખુફિયા મંત્રી ઇસ્માઇલ ખાતિબ પણ ઠેર!

praxpatel

અયોધ્યા રામ મંદિર પરિસરમાં હવે 6 પેટા-મંદિરો પર લહેરાશે ધર્મ ધજા, જાણો કયા દેવી-દેવતાના છે આ મંદિર

praxpatel

1 કલાક ગેસ ચાલુ રાખવાથી કેટલી LPG ખર્ચાય? 2 કે 3 બર્નર, કયો ચૂલો વાપરવો વધુ ફાયદાકારક?

praxpatel