કરન જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવતા અને ૧૩ ઓગસ્ટથી પ્રાઇમ વિડીયો (Prime Video) પર શરૂ થતા રીયાલિટી શૉ ‘ધ ટ્રેટર્સ ૨’ (The Traitors 2) ના પ્રીમિયર પહેલાં એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં મલ્લિકા શેરાવતે દાવો કર્યો છે કે હોલીવુડના દિગ્ગજ સુપરસ્ટાર ટોમ ક્રૂઝને તેના પર ક્રશ છે.
કોમેડિયન આદિત્ય કુલેશ્રેષ્ઠ (કુલ્લુ) જ્યારે મલ્લિકાને પૂછે છે કે શું તેને ક્યારેય કોઈના પર ક્રશ રહ્યો છે? ત્યારે મલ્લિકા હસીને જવાબ આપે છે:
“બધાને મારા પર જ ક્રશ હોય છે. આજકાલ ટોમ ક્રૂઝને પણ મારા પર ક્રશ છે. હું જૂઠું નથી બોલી રહી, જો અત્યારે મારી પાસે મારો ફોન હોત તો હું તેના વિડીયો બતાવત.”
તેણે વધુમાં ખુલાસો કર્યો કે ટોમ ક્રૂઝ તેને એ સમયના વિડીયો મોકલે છે જ્યારે તેઓ સાથે પાર્ટી કરી રહ્યા હતા.
શૉ વિશે અને સ્પર્ધકોની યાદી (Contestants List)
