જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વૈભવ અને ભૌતિક સુખોનો કારક શુક્ર ગ્રહ ૧૧ ઓગસ્ટના રોજ ચંદ્રમાના નક્ષત્ર ‘હસ્ત’ માં પ્રવેશ કરશે અને ૨૫ ઓગસ્ટ સુધી આ જ નક્ષત્રમાં રહેશે. જ્યોતિષમાં શુક્ર અને ચંદ્ર વચ્ચે સમભાવ ન હોવાને કારણે શુક્રનું આ નક્ષત્ર ગોચર કેટલીક રાશિઓ માટે આર્થિક ઉતાર-ચઢાવ અને કારકિર્દીમાં પડકારો લઈને આવી શકે છે.
કઈ ૪ રાશિઓ પર થશે નકારાત્મક અસર?
-
મેષ રાશિ: શુક્ર હાલમાં છઠ્ઠા ભાવમાં હોવાથી ખર્ચાઓમાં અચાનક વધારો થઈ શકે છે. બચાવેલી મૂડી પણ ખર્ચાઈ જવાની શક્યતા છે. ૨૫ ઓગસ્ટ સુધી નવું રોકાણ ટાળવું અને કાર્યક્ષેત્રે વિરોધીઓથી સાવધાન રહેવું.
-
કર્ક રાશિ: વેપારીઓએ ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવો નહીં, અન્યથા આર્થિક નુકસાન થઈ શકે છે. પરિવારમાં કોઈની તબિયત બગાડવાને કારણે ખર્ચ વધી શકે છે. આ સમયે કોઈને ઉધાર પૈસા આપવાનું ટાળવું.
-
તુલા રાશિ: રાશિ સ્વામી શુક્ર બારમા (હાનિ) ભાવમાં હોવાથી નાણાકીય બાબતોમાં અત્યંત સાવધાની રાખવી. સટ્ટાબજારથી દૂર રહેવું અને ઓફિસ કે બિઝનેસમાં દરેક કામ એકાગ્રતાથી કરવું.
-
મકર રાશિ: ઘરકામ કે જૂના દેવાની ચુકવણી માટે અચાનક પૈસાની જરૂર પડી શકે છે. બિઝનેસ પાર્ટનર સાથે મતભેદ થવાની સંભાવના છે. નાણાંની લેવડ-દેવડ કોઈપણ વિશ્વાસુ વ્યક્તિની હાજરીમાં જ કરવી.
શુક્ર ગ્રહને મજબૂત કરવાના ઉપાયો
-
મહિલાઓ સાથે સન્માનપૂર્વક વર્તન કરવું.
-
લક્ષ્મી માતાની પૂજા-અર્ચના કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.
-
ચોખા, ખાંડ વગેરે સફેદ વસ્તુઓનું દાન કરવું.
-
લવ પાર્ટનરને અત્તર (પરફ્યુમ) ભેટમાં આપવાથી શુક્રના શુભ ફળ પ્રાપ્ત થાય છે.
