Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

સીજેપીનું સરકારને અલ્ટીમેટમ: ગેરંટીનું પાલન નહીં થાય તો યુવાનો ફરી રોડ પર ઉતરશે

સીજેપીનું સરકારને અલ્ટીમેટમ: ગેરંટીનું પાલન નહીં થાય તો યુવાનો ફરી રોડ પર ઉતરશે

નીટ પેપર લીક મામલે આંદોલનનું નેતૃત્વ કરનાર કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) એ કેન્દ્ર સરકારને નવી ચીમકી આપી છે. સીજેપીએ આરોપ લગાવ્યો છે કે આંદોલન પાછું ખેંચાયા પછી દેશભરમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

કરારના ભંગ પર ફરી દેશવ્યાપી વિરોધની ચેતવણી

સીજેપીએ સ્પષ્ટ કર્યું છે કે જો વિદ્યાર્થીઓ સામેની પોલીસ કાર્યવાહી નહીં રોકાય અને નોંધાયેલી FIR પાછી નહીં ખેંચાય તો ફરી આંદોલન શરૂ થશે. 25 જુલાઈએ કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે થયેલા કરારનું સરકાર ઉલ્લંઘન કરી રહી હોવાનો સીજેપીએ આરોપ લગાવ્યો છે.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દિલ્હીના જંતર-મંતર પર 36 દિવસથી ચાલતું આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું.

કપિલ સિબ્બલે આપ્યા ₹1 કરોડ, ‘સાક્ષી’ પ્લેટફોર્મ લોન્ચ

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ અને સાંસદ કપિલ સિબ્બલે વિદ્યાર્થીઓની કાનૂની મદદ માટે ₹1 કરોડ આપવાની જાહેરાત કરી છે. આ ફંડથી પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને મફત કાનૂની સહાય આપવામાં આવશે.

બીજી તરફ સીજેપીએ ‘સાક્ષી’ (Saakshi) નામનું ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. જ્યાં લોકો પોલીસ કાર્યવાહીના વિડીયો અને ફોટા અપલોડ કરી શકશે, જે કોર્ટમાં પુરાવા તરીકે કામ આવશે.

86 લોકોની ધરપકડ અને ગંભીર આરોપો

સીજેપી સભ્ય રત્ના સિંહે દાવો કર્યો છે કે અસમ, કલકત્તા અને બિહારમાં પ્રદર્શનકારીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયા છે. બિહારમાં પોલીસ બર્બરતા જોવા મળી છે અને અત્યાર સુધીમાં 86 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સીજેપી પ્રવક્તા સૌરવ દાસે આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસ ફેસ રેકગ્નિશન ટેકનોલોજી દ્વારા વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમને હેરાન કરી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો આતંક: 3 બાળકોના મોતથી ફફડાટ, 13 શંકાસ્પદ કેસ સામે આવતા 24 ગામોમાં સર્વેલન્સ શરૂ

praxpatel

CBSE થ્રી લેંગ્વેજ પોલિસી: ધોરણ 7 થી 10ના વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો નવો નિયમ

praxpatel

વલસાડમાં લવ જેહાદનું મોટું ષડયંત્ર: દીકરીઓને મહારાષ્ટ્રમાં પરણાવી વિદેશ મોકલવાનું કૌભાંડ

praxpatel