IPLના ફાઉન્ડર અને પ્રથમ ચેરમેન લલિત મોદી માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કાનૂની લડાઈ બાદ કોર્ટમાંથી ક્લીન ચિટ મળતાં તેમણે ભારત પરત ફરવાની જાહેરાત કરી છે. લલિત મોદીએ કહ્યું કે તેઓ આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં ભારત પાછા આવશે.
૧. ૧૬ વર્ષની કાનૂની લડાઈ બાદ સત્યનો વિજય
કોર્ટના નિર્ણય બાદ લલિત મોદીએ ખુશી વ્યક્ત કરી હતી.
-
તેમણે કહ્યું કે ૧૬ વર્ષ સુધી તેમણે કાનૂની જંગ લડ્યો છે.
-
મીડિયા સામે તેમણે જે દાવો કર્યો હતો તે આજે સાચો સાબિત થયો છે.
-
ટ્રિબ્યુનલે તેમના પક્ષમાં ચુકાદો આપતાં તેઓ ખૂબ ખુશ છે.
-
તેમણે ઉમેર્યું કે તેમના માટે હંમેશા IPLનું હિત જ સૌથી મહત્વનું રહ્યું છે.
૨. આ વર્ષના અંતમાં ભારત આવી શકે છે
લલિત મોદી છેલ્લા ઘણા સમયથી લંડનમાં રહી રહ્યા છે.
-
તેમણે ૨૦૧૦માં ભારત છોડ્યું હતું.
-
હવે તેઓ ભારત આવવા માટે આતુર છે.
-
ઓક્ટોબર મહિનામાં તેમની પુત્રીના ઘરે બાળકના જન્મની શક્યતા છે.
-
આ પરિવારિક પ્રસંગ બાદ તેઓ ટૂંક સમયમાં ભારત પરત ફરશે.
૩. SAFEMA ટ્રિબ્યુનલે આપી મોટી રાહત
આ મામલો ૨૦૦૯ના દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા IPL સાથે જોડાયેલો છે.
-
SAFEMA અપીલેટ ટ્રિબ્યુનલે EDના મોટાભાગના તારણો અને પેનલ્ટીને રદ કરી દીધી છે.
-
૨૦૦૯માં લોકસભા ચૂંટણીના કારણે IPL સાઉથ આફ્રિકામાં યોજાયું હતું.
-
EDએ આરોપ લગાવ્યો હતો કે BCCIએ RBIની મંજૂરી વિના ૪.૯૮ કરોડ ડોલર વિદેશ મોકલ્યા હતા.
-
કોર્ટે હવે લલિત મોદી અને અન્ય લોકોને આ કેસમાં ક્લીન ચિટ આપી છે.
