Gujarat Plus
Breaking News
તાજા સમાચારસ્પોર્ટ્સ

શ્રેયસ અય્યરના નામે શરમજનક રેકોર્ડ: સતત 5 T20 મેચ હારનાર પ્રથમ ભારતીય કેપ્ટન

શ્રેયસ અય્યરના નામે શરમજનક રેકોર્ડ: સતત 5 T20 મેચ હારનાર પ્રથમ ભારતીય કેપ્ટન

બીસીસીઆઈએ (BCCI) જ્યારે સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ અય્યરને (Shreyas Iyer) ટી૨૦ ઇન્ટરનેશનલમાં ટીમ ઇન્ડિયાની (Team India) કપ્તાની સોંપી હતી, ત્યારે ક્રિકેટ ફેન્સને આશા હતી કે ટીમનું પ્રદર્શન વધુ સારું થશે. જો કે, મેદાન પર સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. અય્યરની કપ્તાની હેઠળ ભારતીય ટીમનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે. ઇંગ્લેન્ડ સામેની ટી૨૦ સિરીઝની (T20 Series) ચોથી મેચમાં હાર સાથે જ શ્રેયસ અય્યરના નામે એક શરમજનક રેકોર્ડ (Embarrassing Record) નોંધાયો છે, જેમાં તે સતત ૫ ટી૨૦ મેચ ગુમાવનારો પ્રથમ ભારતીય કેપ્ટન (Captain) બન્યો છે.

એમએસ ધોનીનો રેકોર્ડ પણ તૂટ્યો ભારતીય ટીમની કપ્તાની સંભાળ્યા બાદ શ્રેયસ અય્યરની મુશ્કેલીઓ સતત વધી રહી છે અને હવે તેના નેતૃત્વ (Leadership) પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અય્યર પહેલાં આ અનિચ્છનીય રેકોર્ડ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના (MS Dhoni) નામે હતો. ધોનીની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયાએ વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૪-૧૫માં સતત ચાર ટી૨૦ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અય્યરની આગેવાનીમાં ભારતે અત્યાર સુધીમાં કુલ ૬ મેચ રમી છે, જેમાંથી ૧ મેચ રદ થઈ છે અને ૫ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હારમાં ઇંગ્લેન્ડ ઉપરાંત આયર્લેન્ડ સામેની ૨ મેચની સિરીઝનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ અય્યર કેપ્ટન તરીકે સૌથી ઝડપી ૫ મેચ હારનારો ખેલાડી બન્યો છે, જ્યારે અગાઉ વિરાટ કોહલીની (Virat Kohli) કપ્તાનીમાં ભારતે ૧૨ મેચોમાં ૫ હાર જોઈ હતી.

ટીમ ઇન્ડિયાએ વર્ષ 2019 પછી સતત બે સિરીઝ ગુમાવી ઇંગ્લેન્ડ સામેની આ સિરીઝ હારવાની સાથે જ ભારતીય ટીમે લગભગ ૭ વર્ષ પછી સતત ૨ ટી૨૦ સિરીઝ ગુમાવી છે. આ પહેલા વર્ષ ૨૦૧૯માં ટીમ ઇન્ડિયાને (Team India) ટી૨૦ ઇન્ટરનેશનલમાં સતત ૨ સિરીઝમાં હાર મળી હતી. તે સમયે ન્યૂઝીલેન્ડ સામે ૨-૧ થી અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ૨-૦ થી શ્રેણી ગુમાવવી પડી હતી. હવે ભારતીય ટીમ સામે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી આગામી આખરી મેચમાં જીત મેળવીને પોતાનું સન્માન બચાવવાનો મોટો પડકાર રહેશે.

સંબંધિત પોસ્ટ્સ

તમિલનાડુમાં વિજયની સરકાર બનવાનો રસ્તો સાફ: 120 ધારાસભ્યોનું સમર્થન મળ્યું, સ્ટાલિને પાઠવી શુભેચ્છાઓ

praxpatel

સોનામાં તોતિંગ ઉછાળો: એક સપ્તાહમાં રૂ. 7,800 વધ્યા, જાણો હવે ભાવ ઘટશે કે વધશે?

praxpatel

‘આ જ બાબત તેને સ્ટાર બનાવશે’: વૈભવ સૂર્યવંશીની તોફાની ઇનિંગ પર દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું મોટું નિવેદન

praxpatel