Gujarat Plus
Breaking News
બિઝનેસ

અચાનક જ ઘટી ચાંદીની કિંમત: બે જ દિવસમાં રૂ. 6,600નો કડાકો, સોનું પણ થયું સસ્તું

અચાનક જ ઘટી ચાંદીની કિંમત: બે જ દિવસમાં રૂ. 6,600નો કડાકો, સોનું પણ થયું સસ્તું

સોના અને ચાંદી ના ભાવમાં રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. આ સપ્તાહની શરૂઆતથી જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો નોંધાયો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવ તૂટી પડ્યા છે.

ચાંદીના ભાવમાં એકઝટકે ₹5,200થી વધુનો ઘટાડો

સોમવારે ભારે ઘટાડો થયા બાદ મંગળવારે પણ ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો છે. MCX પર 4 સપ્ટેમ્બરની એક્સપાયરીવાળી ચાંદીની કિંમત ₹5,296 સસ્તી થઈ ગઈ છે. આ ઘટાડા સાથે ચાંદીનો ભાવ ₹2,30,803 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. અગાઉના કારોબારી દિવસે ચાંદી ₹2,36,099 પર બંધ થઈ હતી.

બે દિવસમાં ચાંદી ₹6,600થી વધુ સસ્તી થઈ

ગત શુક્રવારે ચાંદીનો ભાવ ₹2,37,410 હતો. બે દિવસના સતત ઘટાડાના કારણે ચાંદી પ્રતિ કિલોએ ₹6,607 સસ્તી થઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026ની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ચાંદી ₹4 લાખની ઐતિહાસિક સપાટી વટાવી ગઈ હતી. આ નવા ઘટાડા બાદ ચાંદી હવે તેના ઓલ ટાઇમ હાઇ લેવલ (₹4.20 લાખ)ની સરખામણીએ લગભગ અડધી કિંમતે મળી રહી છે.

સોનાના ભાવમાં પણ ₹1,500થી વધુનો કડાકો

માત્ર ચાંદી જ નહીં, પણ સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર મંગળવારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,566 ઘટીને ₹1,45,351 પર આવી ગયો છે. સોમવારે સોનું ₹1,46,917 પર બંધ થયું હતું.

સોનું પણ ગત શુક્રવારના ₹1,47,378ના રેટથી અત્યાર સુધીમાં ₹2,027 જેટલું સસ્તું થઈ ચૂક્યું છે. જાન્યુઆરી 2026માં સોનાએ પણ પહેલીવાર પ્રતિ 10 ગ્રામ ₹2 લાખનો આંકડો પાર કર્યો હતો, જે હવે તેના હાઈ લેવલથી ઘણું સસ્તું મળી રહ્યું છે. બજારમાં આવી રહેલો આ અચાનક ઘટાડો રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

પોસ્ટ ઓફિસ KVP: માત્ર એક વાર કરો રોકાણ અને મેળવો બમણા પૈસા, જાણો આ સરકારી સ્કીમનું ગણિત

praxpatel

ટ્રમ્પની ટેરિફ વસૂલી પર લાગશે બ્રેક, US સુપ્રીમ કોર્ટે ગણાવ્યો હતો ગેરકાયદે

aminparmar

વેસ્ટ એશિયા સંકટની ભારત પર અસર: લેધર અને ફૂટવેર ઉદ્યોગ મુશ્કેલીમાં, કાચો માલ 60% મોંઘો થયો

praxpatel