Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ: રિકન્સ્ટ્રક્શન કરવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો

અમદાવાદ: રિકન્સ્ટ્રક્શન કરવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો

Ahmedabad News: અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાંથી એક ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક રીઢા આરોપીને દબોચી લીધા બાદ રિકન્સ્ટ્રક્શન કરવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર આરોપીએ જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલાની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલને ઈજા પહોંચી છે. બીજી તરફ, પોલીસના વળતા પ્રહારમાં ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ વોન્ટેડ આરોપીની ધરપકડ બાદ વધુ પૂછપરછ માટે ચંડોળા તળાવ પહોંચી હતી. આ દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો કરી દીધો. આ દરમિયાન સ્થિતિ બેકાબૂ બનતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તાત્કાલિક વળતી કાર્યવાહી કરી હતી. પોલીસે હવામાં અને ત્યારબાદ આરોપી પર ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી.

JCP ઈજાગ્રસ્ત, વળતી કાર્યવાહીમાં આરોપીને વાગી ગોળી

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હુમલામાં ઘાયલ થયેલા JCPને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપીને પણ પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલ લઈ જવાયો છે. હાલ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

શું હતી સમગ્ર ઘટના?

ગેરકાયદે હથિયારો રાખવા અંગેની બાતમીના આધારે, અમદાવાદના ઈસનપુરના રહેવાસી અને 37 ગુનાનો ઈતિહાસ ધરાવતા હિસ્ટ્રીશીટર કલીમ નામના રીઢા ગુનેગારને ઝડપી લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી 4 ગેરકાયદે હથિયારો પણ જપ્ત કરાયા હતા. આરોપીની ધરપકડ બાદ તેને સત્તાવાર પૂછપરછ માટે લવાયો હતો, જ્યાં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) ક્રાઈમ અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ કરાઈ રહી હતી. આ દરમિયાન આરોપી અચાનક અત્યંત હિંસક બની ગયો હતો અને પૂછપરછ કરી રહેલા અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આરોપીએ પોતાની પાસે સંતાડી રાખેલું ચપ્પુ (છરો) કાઢીને JCP પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી.

આ દરમિયાન તાત્કાલિક ખતરાને પહોંચી વળવા JCP એ તેમની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી કલીમના પગમાં ગોળી વાગી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત પોલીસ અધિકારી અને આરોપી બંનેને તાત્કાલિક તબીબી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, આ પહેલા કલીમ મારામારી, ચોરી અને ગેરકાયદે હથિયારો રાખવાના કુલ 9 ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ ઉપરાંત પાસામાં એક તથા અન્ય પાંચ ગુનામાં તેની સામે અટકાયતી પગલાં પણ લેવાયા હતા.

< /p>

 

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામા

aminparmar

ભારતનો ઐતિહાસિક વિજય: અગ્નિ મિસાઇલનું MIRV ટૅક્નોલૉજી સાથે સફળ પરીક્ષણ, દુશ્મન દેશોમાં ફફડાટ

praxpatel

ભાજપ માં ભડકો: મહેસાણા બાદ સાબરકાંઠામાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, કાર્યકરોમાં ભારે આક્રોશ

praxpatel