Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

Gujarat Weather: આગામી ૬ દિવસ ગુજરાતમાં ભૂકા કાઢશે વરસાદ, ૮ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અતિભારેની આગાહી

Gujarat Weather: આગામી ૬ દિવસ ગુજરાતમાં ભૂકા કાઢશે વરસાદ, ૮ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અતિભારેની આગાહી

ચોમાસું સમગ્ર ગુજરાતમાં જામ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગે આગામી ૮ જુલાઈ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.

આજે ૨ જુલાઈએ રાજ્યના ૮ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી દિવસો માટે પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આજે ૨ જુલાઈએ ક્યાં કેવું એલર્ટ?

હવામાન વિભાગે આજે રાજ્યના અલગ-અલગ ભાગો માટે એલર્ટ જાહેર કર્યું છે:

  • રેડ એલર્ટ: પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ.

  • ઓરેન્જ એલર્ટ: રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગ.

  • યલો એલર્ટ: દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલ અને છોટા ઉદેપુર.

૩ જુલાઈએ ૧૯ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થશે

આવતીકાલે ૩ જુલાઈના રોજ પણ વરસાદનું જોર યથાવત રહેશે.

  • રેડ એલર્ટ: અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ.

  • ઓરેન્જ એલર્ટ: પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ.

  • યલો એલર્ટ: દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુર.

૪ અને ૫ જુલાઈએ પણ ભારે વરસાદની ચેતવણી

૪ જુલાઈની આગાહી:

  • રેડ એલર્ટ: સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને ભાવનગર.

  • ઓરેન્જ એલર્ટ: ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ અને તાપી.

  • યલો એલર્ટ: પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, વડોદરા, પંચમહાલ અને મહીસાગર.

૫ જુલાઈની આગાહી:

  • રેડ એલર્ટ: નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદ પડી શકે છે.

  • ઓરેન્જ એલર્ટ: અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત અને તાપી.

  • યલો એલર્ટ: જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર.

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

GUJCET-2026 પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: વાંધા રજૂ કરવા માટે 8 એપ્રિલ સુધીની તક

praxpatel

વડોદરા: PM મોદીના રોડ શો પૂર્વે હંગામો; કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો, પોલીસકર્મી ટોયલેટમાં છુપાયા!

praxpatel

ભારત માટે ખુશખબર: ઈરાન ભારતીય જહાજો પાસેથી નહીં વસૂલે કોઈ ટોલ ટેક્સ, ‘હોર્મુઝ સ્ટેટ’માં આપશે સુરક્ષિત રસ્તો

praxpatel