વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આજે એક અત્યંત કરૂણ ઘટના બની છે. વીરક્ષેત્ર ગામે લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા મહેમાનોની પીકઅપ વાન ને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 6 લોકોના મોત નિપજ્યા છે.
પીકઅપ વાન કઈ રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, પીકઅપ વાન લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરી રહી હતી. રસ્તામાં એક ચઢાણ પર ચઢતી વખતે અચાનક વાનની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.
બ્રેક ન લાગતા પીકઅપવાન રિવર્સમાં આવવા લાગી હતી. ડ્રાઈવરે કાબૂ ગુમાવતા વાન જોરદાર રીતે પલટી ખાઈ ગઈ હતી.
6ના મોત, 28 મુસાફરો ઈજાગ્રસ્ત
આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. વાનમાં સવાર અન્ય 28 મુસાફરોને ઈજા પહોંચી છે.
-
ગંભીર ઈજાગ્રસ્ત: 10 લોકોની હાલત અત્યંત નાજુક છે.
-
સારવાર: તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગામમાં શોકનું મોજું
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ખુશીના માહોલમાં ગયેલા પરિવારોમાં આ અકસ્માતને કારણે માતમ છવાઈ ગયો છે. હાલ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
