Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

મેક્સિકોના દિગ્ગજ ગોલકીપર ગિલેર્મો ઓચોઆએ લીધો સંન્યાસ, ફિફા વર્લ્ડ કપમાં બનાવ્યો આ ઐતિહાસિક રેકોર્ડ

મેક્સિકોના દિગ્ગજ ગોલકીપર ગિલેર્મો ઓચોઆએ લીધો સંન્યાસ, ફિફા વર્લ્ડ કપમાં બનાવ્યો આ ઐતિહાસિક રેકોર્ડ

મેક્સિકોના અનુભવી અને દિગ્ગજ ગોલકીપર ગિલેર્મો ઓચોઆએ પ્રોફેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ફિફા વર્લ્ડ કપ 2026માં ચેકિયા સામે રમાયેલી ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ તેમના કરિયરની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ સાબિત થઈ છે. આ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ તેમણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

મેક્સિકો તરફથી વર્લ્ડ કપ રમનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી

ચેકિયા સામેની મેચમાં ઓચોઆ 77મી મિનિટે સબસ્ટિટ્યુટ તરીકે મેદાન પર આવ્યા હતા.

  • તેમણે 40 વર્ષ અને 346 દિવસની ઉંમરે આ મેચ રમીને નવો ઈતિહાસ રચ્યો.

  • તેઓ વર્લ્ડ કપમાં મેક્સિકો તરફથી રમનારા સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યા છે.

  • આ મામલે તેમણે પૂર્વ કેપ્ટન રાફા માર્કેઝનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે 2018માં 39 વર્ષ 139 દિવસની ઉંમરે મેચ રમી હતી.

ઓચોઆને આ મેચમાં રમવાની તક ત્યારે મળી જ્યારે ટીમના મુખ્ય ગોલકીપર લુઈસ એન્જલ માલાગોન ઈજાગ્રસ્ત થયા હતા. મેક્સિકોએ આ મેચમાં ચેકિયાને 3-0થી હરાવ્યું હતું.

મેસી અને રોનાલ્ડોની ખાસ ક્લબમાં થયા સામેલ

મેદાન પર ઉતરતાની સાથે જ ગિલેર્મો ઓચોઆ દુનિયાના એવા દેશી વિદેશી ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયા છે જેમણે 6 ફિફા વર્લ્ડ કપ રમ્યા હોય.

  • આ ખાસ લિસ્ટમાં હવે તેમની સાથે આર્જેન્ટિનાના લિયોનલ મેસી અને પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ પણ જોડાઈ ગયું છે.

  • ઓચોઆ 2006 અને 2010ના વર્લ્ડ કપમાં બેકઅપ ગોલકીપર હતા.

  • જ્યારે 2014, 2018 અને 2022ના વર્લ્ડ કપમાં તેઓ ટીમના મુખ્ય ગોલકીપર તરીકે રમ્યા હતા.

એઝટેકા સ્ટેડિયમમાં મળી શાનદાર વિદાય

મેક્સિકોની જીત બાદ ભાવુક થયેલા ઓચોઆએ કહ્યું, “સૌથી સારી વાત એ છે કે ફેન્સ તમારી મહેનતને સમજે છે. મારા માટે આનાથી વધુ સારી વિદાય હોઈ ન શકે.”

તેમના માટે વિદાયનું આ મેદાન પણ ખૂબ જ ખાસ હતું. તેમની છેલ્લી મેચ પ્રખ્યાત ‘એઝટેકા સ્ટેડિયમ’માં રમાઈ હતી. આ એ જ મેદાન છે જ્યાં તેમણે વર્ષ 2004માં ક્લબ અમેરિકા માટે પહેલીવાર પ્રોફેશનલ ફૂટબોલ રમવાની શરૂઆત કરી હતી.

સંબંધિત પોસ્ટ્સ

મહિલા ક્રિકેટમાં એક યુગનો અંત: 34 વર્ષની વયે દિગ્ગજ કેપ્ટને લીધો સંન્યાસ, દેશ માટે ફટકારી હતી પ્રથમ સદી

praxpatel

IPL 2026: સંજુ સેમસને કેમ છોડ્યો રાજસ્થાન રોયલ્સનો સાથ? CSKમાં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદન

praxpatel

‘હનુમાન ભક્ત’ નીકળ્યા હાર્દિક પંડ્યા: નવી ફરારી કારમાં કરે છે આ કામ, જાણીને તમે પણ ચોંકી જશો!

praxpatel