Gujarat Plus
Breaking News
બિઝનેસ

સરકારે ડીઝલ અને ATF પર વધાર્યો વિન્ડફોલ ટેક્સ, જાણો નવા દરો અને તમારા ખિસ્સા પર અસર

સરકારે ડીઝલ અને ATF પર વધાર્યો વિન્ડફોલ ટેક્સ, જાણો નવા દરો અને તમારા ખિસ્સા પર અસર

કેન્દ્ર સરકારે સોમવારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર વિન્ડફોલ ટેક્સ (SAED) વધારવાની જાહેરાત કરી છે. મહેસૂલ વિભાગના નોટિફિકેશન અનુસાર, આ નવા દરો મંગળવાર, 16 જૂનથી દેશભરમાં લાગુ થઈ ગયા છે.

સરકાર દર 15 દિવસે આ દરોની સમીક્ષા કરે છે. આગામી બે અઠવાડિયા સુધી આ નવા દરો યથાવત રહેશે.

ડીઝલ અને ATF પર કેટલો ટેક્સ વધ્યો?

સરકારે નિકાસ (Export) થતા ઇંધણ પર નીચે મુજબ ટેક્સ વધાર્યો છે:

  • ડીઝલ: ડીઝલ પરનો નિકાસ ટેક્સ 50 પૈસા વધારવામાં આવ્યો છે. હવે તે રૂ. 13.5 થી વધીને રૂ. 14  પ્રતિ લીટર થયો છે.

  • ATF (વિમાનનું બળતણ): ATF પર સૌથી વધુ રૂ. 3 નો વધારો થયો છે. હવે તેનો ટેક્સ રૂ. 9.5 થી વધીને રૂ. 12.5 પ્રતિ લીટર થયો છે.

પેટ્રોલના ટેક્સમાં કોઈ ફેરફાર નહીં

વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે કે સરકારે પેટ્રોલના નિકાસ ટેક્સમાં કોઈ ફેરફાર કર્યો નથી. પેટ્રોલ પરનો નિકાસ ટેક્સ રૂ. 1.5 પ્રતિ લીટર પર જ સ્થિર રાખવામાં આવ્યો છે. આ પહેલા 1 જૂને સરકારે પેટ્રોલમાં ટેક્સ ઘટાડીને 1.5 રૂપિયા કર્યો હતો.

શું સામાન્ય જનતા પર આની અસર થશે?

ના, આ ટેક્સ માત્ર નિકાસ (Export) થતા ઇંધણ પર જ લાગે છે. આ ટેક્સ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતો પર આધારિત હોય છે. તેથી, સ્થાનિક બજારમાં પેટ્રોલ, ડીઝલ કે સીએનજીના છૂટક ભાવ પર આની કોઈ સીધી અસર નહીં થાય.

સંબંધિત પોસ્ટ્સ

FD vs NSC: વર્ષ 2026માં ક્યાં રોકાણ કરવું સૌથી વધુ ફાયદાકારક? જાણો વ્યાજ દર, ટેક્સ અને લિક્વિડિટીની સંપૂર્ણ વિગતો

praxpatel

Google AI નવું ફીચર: હવે એન્ડ્રોઇડ ફોન સમજી જશે તમારા મનની વાત, જાણો શું છે ‘કોન્ટેક્સ્ચ્યુઅલ સજેશન્સ’

praxpatel

મોંઘવારીનો વધુ એક ઝટકો: બ્રિટાનિયા વધારશે ગુડ-ડે બિસ્કિટના ભાવ, જાણો નવો રેટ લિસ્ટ

praxpatel