Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં મોટી ઠગાઈ: સીએ દંપતીએ કૌટુંબિક મામા સાથે ₹10 કરોડની છેતરપિંડી કરી

અમદાવાદમાં મોટી ઠગાઈ: સીએ દંપતીએ કૌટુંબિક મામા સાથે ₹10 કરોડની છેતરપિંડી કરી

અમદાવાદમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. અહીં શેરબજારના નામે ₹10 કરોડથી વધુની ઠગાઈ થઈ છે. આ ઠગાઈ કરનાર બીજું કોઈ નહીં પણ સગા કૌટુંબિક ભાણિયા છે. વ્યવસાયે સીએ (CA) દંપતીએ પોતાના જ મામાને નિશાન બનાવ્યા છે.

રોકાણ પર મોટી લાલચ આપી

જગતમાં જગતપુર અને ગાંધીનગરમાં સીએ ફર્મ ચલાવતા જવલીન નાયક અને તેની પત્ની બોસકી નાયકે આ કાવતરું ઘડ્યું હતું. તેમણે કૌટુંબિક મામા કૌશલ નાયક પાસે મોટી કંપનીઓ સાથે કરાર હોવાનો દાવો કર્યો હતો. આરોપીઓએ શેરબજારમાં રોકાણ કરવા પર દર મહિને 3% અથવા 50% નફાની લાલચ આપી હતી.

કુટુંબના સભ્યો પણ ભોગ બન્યા

આ લાલચમાં આવીને મામા કૌશલ નાયકે ₹5.91 કરોડનું રોકાણ કર્યું હતું. તેમના અન્ય સગા-સંબંધીઓએ પણ ₹4.44 કરોડ ગુમાવ્યા છે. આમ, આ ઠગ દંપતીએ કુલ ₹10.36 કરોડથી વધુની રકમ પડાવી લીધી હતી. આરોપીઓ લોકો પર પ્રભાવ પાડવા વૈભવી લાઈફસ્ટાઈલ જીવતા હતા.

બોગસ બેંક સ્લીપ આપી

જ્યારે ફરિયાદી કૌશલ નાયકને દીકરીના USA વિઝા માટે પૈસાની જરૂર પડી, ત્યારે તેમણે પોતાના રૂપિયા પાછા માગ્યા હતા. આરોપીઓએ રૂપિયા આપવાને બદલે ₹50 લાખની ખોટી બેંક સ્લીપ પકડાવી દીધી હતી. આ ઉપરાંત, મામાના નામે એક બોગસ કંપની પણ ઊભી કરી દીધી હતી.

પોલીસ એક્શન અને રિમાન્ડ

આખરે કૌશલ નાયકે ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EoW) માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સીએ દંપતીની ધરપકડ કરી લીધી છે. કોર્ટે આરોપીઓના 21મી જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ આ નાણાં ક્યાં ડાયવર્ટ થયા છે તેની તપાસ કરી રહી છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

બાંગ્લાદેશની અમેરિકાને અપીલ: ‘ભારતની જેમ અમને પણ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા દો’

praxpatel

અલ્હાબાદ હાઈકોર્ટમાંથી સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, ધરપકડ પર રોક લગાવી

aminparmar

ક્રિકેટ અને બોલિવૂડની વધુ એક જોડી? મોહમ્મદ સિરાજ અને ‘બિગ બોસ’ ફેમ માહિરા શર્માના અફેરની ચર્ચાઓ તેજ

praxpatel