Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમરેલી: જાફરાબાદમાં યુવકની ઘાતકી હત્યા, સગીરાની છેડતીના વિવાદમાં પરિવારે કાયદો હાથમાં લીધો

અમરેલી: જાફરાબાદમાં યુવકની ઘાતકી હત્યા, સગીરાની છેડતીના વિવાદમાં પરિવારે કાયદો હાથમાં લીધો

અમરેલી ક્રાઈમ ન્યૂઝ: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એકતરફી પ્રેમમાં પાગલ 23 વર્ષીય યુવકની યુવતીના પરિવારજનોએ નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

છેડતીનો વિવાદ બન્યો હત્યાનું કારણ

મૃતક યુવકનું નામ રાજેશ લખમણભાઇ બાંભણીયા હોવાનું જાણવા મળ્યું છે. રાજેશ તે જ ગામની એક સગીર વયની દીકરીની પજવણી કરતો હતો. અગાઉ પણ યુવતીના પરિવારે રાજેશને કડક ઠપકો આપ્યો હતો. તેમ છતાં રાજેશે યુવતીની છેડતી ચાલુ રાખી હતી.

બે દિવસ પહેલા જ્યારે રાજેશ સગીરાના ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ઉશ્કેરાયેલા પરિવારજનોએ તેને પકડી લીધો હતો.

ઘાતક હથિયારોથી હુમલો: રસ્તામાં જ તોડ્યો દમ

પરિવારજનોએ રાજેશને ઘરના ડેલામાં બોલાવી લીધો હતો. ત્યારબાદ લાકડીઓ અને અન્ય ઘાતક હથિયારો વડે તેના પર તૂટી પડ્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે રાજેશ લોહીલુહાણ થઈ ગયો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવતો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

4 આરોપીઓની ધરપકડ

જાફરાબાદ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી છે. પોલીસે એક જ પરિવારના 4 સભ્યોની ધરપકડ કરી છે:

  • ઘેલાભાઇ સોલંકી (યુવતીના પિતા)

  • રોહિત સોલંકી

  • ઘેલાભાઇના પત્ની

  • સગીર દીકરી

પોલીસે આ તમામ સામે હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

અગાઉ પણ થયો હતો વિવાદ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ વિવાદ છેલ્લા બે મહિનાથી ચાલતો હતો. અગાઉ જ્યારે પરિવાર ડૂંડાસ ગામે દર્શન કરવા ગયો હતો, ત્યારે પણ રાજેશ ત્યાં પહોંચ્યો હતો. તે સમયે બંને પક્ષો એક જ સમાજના હોવાથી મોભીઓએ સમાધાન કરાવ્યું હતું. જોકે, આ સમાધાન લાંબુ ટક્યું નહીં અને અંતે હત્યામાં પરિણમ્યું.

ફોન પર બોલાચાલી અને લોહિયાળ અંત

હત્યાની રાત્રે ફોન પર પણ બોલાચાલી થઈ હતી. રાજેશે ફોન આવ્યા બાદ પોતાની મોટરસાયકલ લઈને સગીરાના ઘરે પહોંચ્યો હતો, જ્યાં પૂર્વ આયોજિત રીતે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસની અપીલ: કાયદો હાથમાં ન લો

આ ઘટનાએ બે પરિવારોને બરબાદ કરી દીધા છે. એક તરફ જુવાનજોધ દીકરાનું મોત થયું છે, તો બીજી તરફ યુવતીનો આખો પરિવાર જેલમાં છે. જાફરાબાદ પોલીસે જનતાને અપીલ કરી છે કે:

  1. કોઈપણ વિવાદમાં આવેશમાં આવી કાયદો હાથમાં ન લેવો.

  2. ગંભીર બાબત હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.

સંબંધિત પોસ્ટ્સ

‘તને ભારતનો સૌથી ખતરનાક ફિનિશર બનાવી દઈશ’ – મુકુલ ચૌધરી વિશે જસ્ટિન લેંગરની ભવિષ્યવાણી સાચી પડી!

praxpatel

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર: 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે પરિણામ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

praxpatel

મોટો પ્લાન: શું સંસદમાં ફરી રજૂ થશે પરિસીમન બિલ? વિધાનસભા ચૂંટણીઓ બાદ ચર્ચાઓ તેજ, જાણો સરકારનો ફોર્મ્યુલા

praxpatel