પાકિસ્તાન ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન બાબર આઝમ (Babar Azam) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. બાબર આઝમ ‘SENA’ (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશો સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 9,000 કે તેથી વધુ રન બનાવનારા પાકિસ્તાનના સૌપ્રથમ બેટ્સમેન બની ગયા છે.
હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. શનિવારે (30 મે 2026) ના રોજ રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં બાબર આઝમ એ 94 બોલમાં શાનદાર 69 રનની ઇનિંગ રમીને આ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.
‘SENA’ દેશો સામે સૌથી વધુ રન બનાવનારા પાકિસ્તાની બેટ્સમેનો
બાબર આઝમે પાકિસ્તાનના અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. ‘SENA’ દેશો સામે પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બનાવનારા ટોચના ખેલાડીઓની યાદી નીચે મુજબ છે:
| બેટ્સમેનનું નામ | કુલ રન | બેટિંગ એવરેજ (Average) |
| બાબર આઝમ | 9,006 રન | 45.94 |
| ઇન્ઝમામ-ઉલ-હક | 8,224 રન | 39.53 |
| જાવેદ મિયાંદાદ | 7,902 રન | 49.69 |
| મોહમ્મદ યુસુફ | 7,085 રન | 39.80 |
બાબર આઝમની અત્યાર સુધીની વનડે કારકિર્દી
બાબર આઝમ વનડે ક્રિકેટમાં પાકિસ્તાનનો સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન રહ્યો છે. તેમનો વનડે રેકોર્ડ ખૂબ જ મજબૂત છે:
-
કુલ મેચ: 141 (138 ઇનિંગ્સ)
-
કુલ વનડે રન: 6,570 રન
-
બેટિંગ એવરેજ: 53.85
-
સદી અને અડધી સદી: 20 સદી અને 38 અડધી સદી
-
સર્વોચ્ચ સ્કોર: 158 રન
એક નજર આંતરરાષ્ટ્રીય કરિયર પર
બાબર આઝમ હાલમાં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો પાંચમો બેટ્સમેન છે. વર્ષ 2015માં ડેબ્યૂ કરનાર 31 વર્ષીય બાબરે અત્યાર સુધી 348 મેચોની 388 ઇનિંગ્સમાં 45.35 ની એવરેજથી કુલ 15,647 રન બનાવ્યા છે, જેમાં 32 સદી અને 108 અડધી સદી સામેલ છે.
