Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

Modi Cabinet Decision: રાશન મેળવતા 80 કરોડ લોકો અને ડીલરો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

net Decision: કેન્દ્ર સરકારે રાશન વ્યવસ્થા માટે 'સાર્થક-પીડીએસ' યોજના મંજૂર કરી છે. રાશન ડીલરોનું કમિશન વધશે અને સિસ્ટમ ડિજિટલ બનશે.

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે રાશન અને રેશનિંગની દુકાન ચલાવતા ડીલરો અંગે મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી દેશમાં રાશન લેનારા 80 કરોડ લોકોને સીધી અસર થશે. સરકારે રાશન વ્યવસ્થાને વધુ સરળ અને આધુનિક બનાવવા માટે ‘સાર્થક-પીડીએસ’ (Sarthak-PDS) યોજનાની શરૂઆત કરી છે. આ નવી યોજના માટે અંદાજે 25,530 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ પત્રકાર પરિષદમાં આ અંગેની જાહરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, રાશનના રજીસ્ટ્રેશનથી લઈને દુકાનદારોના હિતમાં 3 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ યોજનામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની મદદ લેવામાં આવશે.

કેન્દ્ર સરકારના 3 મોટા ફેરફારો

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નવા ફેરફારો વિશે વિગતવાર માહિતી આપી હતી:

1. પરિવહન ખર્ચ હવે કેન્દ્ર સરકાર ભોગવશે

અત્યાર સુધી રાજ્ય સરકારોએ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના ગોડાઉનથી લઈને ગામડાની રાશન દુકાનો સુધી અનાજ પહોંચાડવાનો ખર્ચ જાતે ભોગવવો પડતો હતો. હવે આ તમામ આર્થિક ભારણ કેન્દ્ર સરકાર પોતે ઉપાડશે. આનાથી લાભાર્થીઓ સુધી સમયસર રાશન પહોંચી શકશે.

2. રાશન ડીલરોના કમિશનમાં વધારો

રેશનિંગની દુકાન ચલાવતા ડીલરો ઘણા સમયથી કમિશન વધારવાની માંગ કરી રહ્યા હતા. કેન્દ્ર સરકારે આ માંગ સ્વીકારી લીધી છે. હવે રાશન આપનારા ડીલરોનું કમિશન વધારવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી તેમની કમાણી વધશે.

3. આખી સિસ્ટમ થશે હાઈટેક અને ડિજિટલ

આખી રાશન સિસ્ટમને વધુ પારદર્શક બનાવવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. લાભાર્થીઓના રજીસ્ટ્રેશન માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદ લેવાશે. આખી વ્યવસ્થાને સંપૂર્ણ ડિજિટલ બનાવવામાં આવશે.

દેશમાં વધતી જતી લૂ (Heatwave) અંગે પણ ચર્ચા

આ કેબિનેટ બેઠકમાં દેશના વિવિધ રાજ્યોમાં પડી રહેલી અસહ્ય ગરમી અને લૂ અંગે પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને જાગૃત કરવા માટે ટ્વિટ પણ કર્યા છે.

  • નાગરિકોની સુરક્ષા માટે આરોગ્ય મંત્રાલય અને જળ સંશાધન વિભાગ ખાસ પગલાં ભરશે.

  • વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે, લૂ અને ગરમી જેવા મોટા પડકારોનો સામનો કરવા માટે આપણે રાષ્ટ્ર ભાવના સાથે આગળ વધવું જોઈએ.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામા

aminparmar

ખેડૂતોને લૂંટીને વેપારીઓને ફાયદો, ઘઉં મુદ્દે AAP નેતા સાગર રબારીનો ભાજપ સરકાર પર પ્રહાર

praxpatel

અનુષ્કા શર્મા 8 વર્ષ પછી કરશે કમબેક? અલ્લુ અર્જુન સાથે આ મોટી ફિલ્મમાં જોવા મળી શકે છે!

praxpatel