Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ! AAPના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો

છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ! AAPના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા મેળવવાનું રાજકારણ હવે હિંસક વળાંક લઈ રહ્યું છે. છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની આગામી ચૂંટણી પહેલાં ભારે તણાવ સર્જાયો છે.

ગત મોડી રાત્રે એકલબારા ગામ નજીક આમ આદમી પાર્ટી (AAP)ના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવા અને બે ચૂંટાયેલા સદસ્યો પર જીવલેણ હુમલો થયો છે. અજાણ્યા અસામાજિક તત્ત્વો દ્વારા કરાયેલા આ હુમલાથી જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ભાજપ અને AAP વચ્ચે 13-13 બેઠકોની ટાઈ

છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તાનું ગણિત અત્યંત રોમાંચક અને પેચીદું બન્યું છે:

  • કુલ સ્થિતિ: અહીં સત્તાધારી ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) બંને પાસે 13-13 બેઠકો છે.

  • ચૂંટણીની તારીખ: આગામી 23મી મે ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે પ્રતિષ્ઠાભર્યું મતદાન યોજાશે.

આ મતદાનના બરાબર બે દિવસ પહેલાં જ વિપક્ષી સદસ્યોને ડરાવવા અને સત્તા કબજે કરવાના આશયથી આ હુમલો થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.

કારનો પીછો કરીને હથિયારો વડે ફિલ્મી ઢબે હુમલો

મળતી માહિતી મુજબ, ‘આપ’ના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવા અને બંને સદસ્યો છોટા ઉદેપુર ખાતે સંગઠનની અગત્યની બેઠક પતાવીને કારમાં પરત ફરી રહ્યા હતા.

રાત્રિના અંધારામાં કેટલાક અસામાજિક તત્વો અન્ય એક કાર લઈને તેમની પાછળ પડ્યા હતા. હુમલાખોરોએ ફિલ્મી ઢબે તેમની કારનો પીછો કર્યો હતો. એકલબારા ગામ નજીક હુમલાખોરોએ આપના પ્રમુખની કારને આંતરી લીધી હતી.

નેતાઓએ અંધારામાં ભાગીને જીવ બચાવ્યો

હાથમાં ઘાતક હથિયારો સાથે આવેલા શખસોએ કાર પર તૂટી પડીને બારીના કાચ તોડી નાંખ્યા હતા. હથિયારધારી શખસોને પોતાની તરફ ધસતા જોઈને આપના તાલુકા પ્રમુખ અને બંને સદસ્યો તુરંત કારમાંથી ઉતરી ગયા હતા. તેઓએ અંધારામાં દોડીને જેમ-તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો.

‘આપ’ પ્રમુખે નોંધાવી પોલીસ ફરિયાદ

આ ગંભીર ઘટના સંદર્ભે આજે (21મી મે) આપના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પહોંચીને સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

તેમણે પોલીસ સમક્ષ તાત્કાલિક ન્યાયની ગુહાર લગાવીને હુમલાખોરોને ઝડપી પાડી કડક સજા કરવાની માંગ કરી છે. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આદરી છે. લોહીલુહાણ બનેલા રાજકીય માહોલને જોતા તાલુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સંબંધિત પોસ્ટ્સ

Dhurandhar 2 Twist: રણવીર સિંહની ફિલ્મમાં 5 મોટા ધડાકા, દાઉદ ઈબ્રાહિમ અને જમીલ જમાલીના રહસ્યો પરથી ઉઠ્યો પડદો

praxpatel

આપ નેતા હરેશ સાવલિયાને પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે કરાયા !

ANIL PATEL

ગુજરાતના હાઇવે પરથી 5 વર્ષમાં ₹20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો તમારા શહેરના રોડનું કામ ક્યારે પૂરું થશે?

praxpatel