Gujarat Plus
Breaking News
રાષ્ટ્રીય

‘રેવંત રેડ્ડી બનશે આગામી શુભેન્દુ અધિકારી’, ભાજપ સાંસદના મોટા દાવાથી કોંગ્રેસમાં ફફડાટ

'રેવંત રેડ્ડી બનશે આગામી શુભેન્દુ અધિકારી', ભાજપ સાંસદના મોટા દાવાથી કોંગ્રેસમાં ફફડાટ

હૈદરાબાદ: તેલંગાણાના રાજકારણમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) સાંસદ ધર્મપુરી અરવિંદે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને લઈને મોટો દાવો કર્યો છે. ભાજપ સાંસદના આ નિવેદનથી કોંગ્રેસ હાઈકમાન્ડની ચિંતા વધી શકે છે.

નિઝામાબાદના સાંસદ ધર્મપુરી અરવિંદે સંકેત આપ્યા છે કે સીએમ રેવંત રેડ્ડી ભવિષ્યમાં કોંગ્રેસ સાથે ‘શુભેન્દુ અધિકારી’ જેવો વ્યવહાર કરી શકે છે. એટલે કે, તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ શકે છે.

શુભેન્દુ અધિકારી સાથે કેમ થઈ રહી છે સરખામણી?

ભાજપ સાંસદ અરવિંદે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીની સરખામણી પશ્ચિમ બંગાળના નેતા શુભેન્દુ અધિકારી સાથે કરી છે. તેમણે યાદ અપાવ્યું કે, 6 વર્ષ પહેલાં શુભેન્દુ અધિકારીએ પણ તૃણમૂલ કોંગ્રેસ (TMC) છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તેઓ બંગાળના રાજકારણમાં મમતા બેનર્જીના સૌથી મોટા વિરોધી સાબિત થયા હતા. ભાજપ સાંસદના મતે, રેવંત રેડ્ડી પણ તેલંગાણામાં આવો જ મોટો રાજકીય ઉલટફેર કરી શકે છે.

કોંગ્રેસે રેવંત રેડ્ડીને સીએમ બનાવીને ભૂલ કરી: ભાજપ

ધર્મપુરી અરવિંદે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વએ રેવંત રેડ્ડીને મુખ્યમંત્રી પસંદ કરીને મોટી ભૂલ કરી છે. આ નિર્ણયમાં પાર્ટીના તે વરિષ્ઠ નેતાઓની અવગણના કરવામાં આવી છે, જેમણે દાયકાઓ સુધી કોંગ્રેસ માટે કામ કર્યું છે.

તેમણે વધુમાં દાવો કર્યો કે, આગામી 2028-29ની ચૂંટણીમાં તેલંગાણામાં કોંગ્રેસને અભૂતપૂર્વ હારનો સામનો કરવો પડશે. રેવંત રેડ્ડીના નેતૃત્વમાં કોંગ્રેસ ખરાબ રીતે હારશે અને આગામી બે વર્ષમાં રાજ્યમાં ભાજપ સત્તા પર આવશે.

પીએમ મોદીએ પણ રેવંત રેડ્ડીને આપી હતી ‘ઓફર’!

ભાજપ સાંસદનું આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે થોડા સમય પહેલાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન રેવંત રેડ્ડીને ઈશારા-ઈશારામાં ભાજપ સાથે આવવા કહ્યું હતું. પીએમ મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રીને મંચ પરથી કહ્યું હતું કે, “તમે જ્યાં પહોંચવા માંગો છો, ત્યાં (કોંગ્રેસમાં રહીને) નહીં પહોંચી શકો. સારું રહેશે કે તમે મારી સાથે જ જોડાઈ જાવ.”

પીએમ મોદીની આ ટિપ્પણી પર સીએમ રેવંત રેડ્ડી મંચ પર માત્ર સ્મિત આપીને રહી ગયા હતા. આ ઘટના બાદ રાજકીય ગલિયારાઓમાં અટકળો તેજ થઈ ગઈ છે.

સંબંધિત પોસ્ટ્સ

‘ઘાયલ છું એટલે ઘાતક છું’: રાઘવ ચઢ્ઢાનો AAP ને વળતો પ્રહાર, પક્ષમાં આંતરિક યુદ્ધ તેજ

praxpatel

તમિલનાડુ/ વિરુધ્ધનગરની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 13 મજૂરોના કરુણ મોત

praxpatel

છત્તીસગઢમાં મોટી વિમાન દુર્ઘટના: જશપુરમાં પહાડ સાથે અથડાતા ચાર્ટર્ડ પ્લેન ક્રેશ

praxpatel