Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

ઐશ્વર્યા રાય પહેલા આ કન્યા બનવાની હતી બચ્ચન પરિવારની વહુ, આ શરતે તોડ્યો સંબંધ

ઐશ્વર્યા રાય પહેલા આ કન્યા બનવાની હતી બચ્ચન પરિવારની વહુ, આ શરતે તોડ્યો સંબંધ

મુંબઈ: બોલિવૂડમાં ક્યારે કયા સંબંધો બને અને ક્યારે તૂટી જાય તે કહેવું મુશ્કેલ છે. બચ્ચન પરિવાર અને કપૂર પરિવાર વચ્ચે પણ એક સમયે આવો જ એક સંબંધ બંધાતા બંધાતા રહી ગયો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જયા બચ્ચને ઐશ્વર્યા રાય પહેલાં ઇન્ડસ્ટ્રીની એક પ્રખ્યાત અભિનેત્રીને પોતાની થનારી વહુ જાહેર કરી દીધી હતી.


અમિતાભ બચ્ચનના 60મા જન્મદિવસે થઈ હતી જાહેરાત

આ ઘટના વર્ષ 2002ની છે, જ્યારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના 60મા જન્મદિવસે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ખાસ પ્રસંગે જયા બચ્ચને સ્ટેજ પરથી અભિષેક બચ્ચનની સગાઈની સત્તાવાર જાહેરાત કરી હતી.

વાયરલ વીડિયોમાં જયા બચ્ચન કહેતા જોવા મળે છે કે, બચ્ચન પરિવાર અને નંદા પરિવાર હવે પોતાના પરિવારમાં કપૂર પરિવારનું સ્વાગત કરે છે. તેમણે રણધીર કપૂર, બબીતા કપૂર અને પોતાની થનારી વહુ કરિશ્મા કપૂરનું સ્ટેજ પરથી સ્વાગત કર્યું હતું. જયા બચ્ચને મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે અભિષેકે તેના પિતાને આ જન્મદિવસની સૌથી મોટી ભેટ આપી છે.


આખરે કેમ તૂટી ગઈ અભિષેક અને કરિશ્માની સગાઈ?

મોટા ઉપાડે થયેલી આ સગાઈ થોડા જ મહિનાઓમાં તૂટી ગઈ હતી. બંને પરિવારોએ ક્યારેય પણ આ સંબંધ તૂટવાનું સત્તાવાર કારણ જાહેર કર્યું નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કરિશ્મા કપૂરની માતા બબીતા કપૂરની એક શરતના કારણે આ સંબંધ તૂટ્યો હતો.

બબીતા કપૂર ઈચ્છતી હતી કે લગ્ન પછી પણ કરિશ્મા કપૂર ફિલ્મોમાં સક્રિય રહે. સાથે જ કરિશ્માના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તેઓ પ્રોપર્ટી કે નાણાકીય કરાર (એગ્રીમેન્ટ) ઈચ્છતા હતા. બચ્ચન પરિવાર આ શરતો માટે તૈયાર ન હતો, જેના કારણે આ સગાઈ તૂટી ગઈ. આ ઘટનાના વર્ષો બાદ અભિષેક બચ્ચનના લગ્ન ઐશ્વર્યા રાય સાથે થયા હતા.

સંબંધિત પોસ્ટ્સ

સુશાંત સિંહ રાજપૂતના હમશકલને જોઈને ફેન્સ થયા આશ્ચર્યચકિત, લોકોએ કહ્યું- ‘આને કહેવાય કુદરતનો કરિશ્મા’

praxpatel

મુંબઈની ક્લબમાં એક્ટ્રેસ પર હુમલો! દાંત તૂટી ગયા અને આંખો સૂજી ગઈ

praxpatel

જેસ્મીન સેન્ડલાસનો ખુલાસો: ‘દારૂની લત અને એકલતામાં જીવતી હતી, ભગવાન પાસે જીવની ભીખ માંગી’

praxpatel