Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચારરાષ્ટ્રીય

ફાર્મસી વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે એક્ઝિટ ટેસ્ટ વગર મળશે રજિસ્ટ્રેશન, જાણો શું છે નવો નિયમ

ફાર્મસી વિદ્યાર્થીઓ માટે ખુશખબર: હવે એક્ઝિટ ટેસ્ટ વગર મળશે રજિસ્ટ્રેશન, જાણો શું છે નવો નિયમ

ફાર્મસી ના વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 4 વર્ષથી જે ‘એક્ઝિટ ટેસ્ટ’ને લઈને મૂંઝવણ હતી, તેમાં હવે મોટો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓને હવે આ પરીક્ષા આપ્યા વગર જ ફાર્મસિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન મળી જશે.

શા માટે એક્ઝિટ ટેસ્ટ રદ જેવી સ્થિતિમાં?

વર્ષ 2022માં ફાર્મસી કાઉન્સિલે ડિપ્લોમા ફાર્મસી પાસ કરનારાઓ માટે એક્ઝિટ ટેસ્ટ ફરજિયાત કરી હતી. ઓક્ટોબર 2024માં આ પરીક્ષા લેવાની તૈયારી પણ થઈ ગઈ હતી. પરંતુ, પરીક્ષાની ઉંચી ફી (રૂ. 5000) અને ત્રણ પેપરના માળખા સામે ઉગ્ર વિરોધ થયો હતો. વિવાદ વધતા કેન્દ્ર સરકારે છેલ્લી ઘડીએ આ પરીક્ષા કેન્સલ કરવી પડી હતી.

કઈ બેચના વિદ્યાર્થીઓને મળશે લાભ?

કેન્દ્ર સરકાર હજુ સુધી પરીક્ષાના ફેરફાર અંગે કોઈ અંતિમ નિર્ણય લઈ શકી નથી. તેથી ફાર્મસી કાઉન્સિલે તમામ રાજ્યોને પરિપત્ર મોકલી સૂચના આપી છે. જે મુજબ:

  • 2022-23 ની બેચના વિદ્યાર્થીઓ.

  • 2023-25 ની બેચના વિદ્યાર્થીઓ.

  • 2024-26 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ.

જ્યાં સુધી નવી એક્ઝિટ ટેસ્ટ જાહેર ન થાય, ત્યાં સુધી પાસ થનારા તમામ વિદ્યાર્થીઓને સીધું જ રજિસ્ટ્રેશન નંબર અને લાયસન્સ મળી જશે.

રજિસ્ટ્રેશન કેમ જરૂરી છે?

ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી રાજ્યની કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. આ રજિસ્ટ્રેશન નંબર (લાયસન્સ) મળ્યા પછી જ વિદ્યાર્થી પોતાનો મેડિકલ સ્ટોર શરૂ કરી શકે છે અથવા ફાર્મસિસ્ટ તરીકે નોકરી કરી શકે છે. હાલના આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓની કારકિર્દીમાં પડતો વિલંબ અટકશે.

સંબંધિત પોસ્ટ્સ

ઇન્ડોનેશિયાએ પીએમ મોદીને આપ્યું પોતાનું સર્વોચ્ચ સન્માન, રાષ્ટ્રપતિ સુબિયાંતોએ કરી જાહેરાત

praxpatel

લખનૌના 50 કરોડ પાણીમાં? પંત અને પૂરનનું ખરાબ ફોર્મ LSG માટે ચિંતાનો વિષય

praxpatel

અમદાવાદ: આનંદનગર રોડ પર ચાલુ બાઇકમાં ભયાનક આગ, ધોમધખતા તાપ વચ્ચે મચી અફરાતફરી

praxpatel