ગુજરાતમાં અત્યારે કુદરતનો બેવડો માર જોવા મળી રહ્યો છે. એકતરફ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) વરસી રહ્યો છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં આજે કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં પલટો આવ્યો છે.
કેમ થઈ રહ્યો છે વરસાદ ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય છે. આ સિસ્ટમને કારણે ભર ઉનાળે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. દેડિયાપાડામાં કરા સાથે વરસાદ પડવાને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને લોકોએ ગરમી વચ્ચે ઠંડક અનુભવી હતી.
ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ
વરસાદ થી ભલે ગરમીમાં રાહત મળી હોય, પણ ખેડૂતો માટે આ માવઠું મુસીબત લઈને આવ્યું છે. કમોસમી વરસાદને કારણે નીચે મુજબના પાકોને નુકસાન થવાની શક્યતા છે:
-
મકાઈ, મગ અને અડદ જેવા ઉનાળુ પાક.
-
કેરીના પાકને પણ ભારે નુકસાનની ભીતિ.
આગામી આગાહી શું છે?
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, આજે (7 મે) ગુજરાતના 6 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે:
-
સૌરાષ્ટ્ર: રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ.
-
પૂર્વ-દક્ષિણ ગુજરાત: દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ.
શનિવારથી રાજ્યમાં ફરી એકવાર ‘હીટવેવ’નો પ્રકોપ શરૂ થવાની પણ શક્યતા છે, જે નાગરિકો માટે ચિંતાનો વિષય છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યાનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાથી આજે (7 મે) રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવા વરસાદ ની શક્યતા છે. જ્યારે પૂર્વ-દક્ષિણ ગુજરાતમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં હળવા વરસાદની શક્યતા છે.
