Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

મેઘો જામ્યો; ગુજરાતમાં 6 કલાકમાં 68 તાલુકામાં વરસાદ; ડાંગના વઘઈમાં પોણા 10 ઈંચ ખાબક્યો

મેઘો જામ્યો; ગુજરાતમાં 6 કલાકમાં 68 તાલુકામાં વરસાદ; ડાંગના વઘઈમાં પોણા 10 ઈંચ ખાબક્યો

અમદાવાદ: ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ આ વિસ્તારોમાં મેઘાની તોફાની બેટિંગ ચાલુ છે. સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના આંકડા મુજબ, આજે બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 6 કલાકમાં રાજ્યના 68 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે.

ડાંગના વઘઈમાં 6 કલાકમાં પોણા 10 ઈંચ વરસાદ

આજે 3 જુલાઈના રોજ સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં 9.84 ઈંચ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના 9 તાલુકા એવા છે જ્યાં 6 કલાકમાં જ 5 થી 10 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ? (છેલ્લા 6 કલાકના આંકડા)

તાલુકો વરસાદ (ઈંચમાં)
વઘઈ (ડાંગ) 9.84 ઈંચ
ચીખલી 8.39 ઈંચ
વાંસદા 8.23 ઈંચ
ખેરગામ 5.16 ઈંચ
વલસાડ 7.17 ઈંચ
ડોલવાન 7.13 ઈંચ
ગણદેવી 6.93 ઈંચ

વલસાડમાં સ્થિતિ ગંભીર: શાળાઓ બંધ, રસ્તાઓ બ્લોક

વલસાડ તાલુકામાં માત્ર 4 કલાકમાં (સવારે 6 થી 10) 7 ઈંચ ધોધમાર વરસાદ પડ્યો છે. અતિ ભારે વરસાદને કારણે તંત્ર એક્શનમાં આવ્યું છે:

  • વલસાડ જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

  • ભારે પાણી ભરાવાને કારણે સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયતના 36 રસ્તાઓ બંધ કરાયા છે.

  • નીચાણવાળા વિસ્તારોમાં લોકોને મદદ કરવા માટે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં પણ જળબંબાકાર: માંગરોળમાં 12.5 ઈંચ વરસાદ

માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ થયો છે.

  • જૂનાગઢના માંગરોળમાં: સૌથી વધુ 12.64 ઈંચ વરસાદ નોંધાયો છે.

  • સુત્રાપાડામાં: 12.36 ઈંચ વરસાદ ખાબક્યો છે.

  • કેશોદમાં: 10.94 ઈંચ અને વેરાવળમાં 10.08 ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 36 તાલુકામાં 2 થી 10 ઈંચ વચ્ચે વરસાદ પડ્યો છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાત પોલીસના નવા બોસ એટલે કે એલ એન રાવ !

ANIL PATEL

IAS તુકારામ મુંઢેની અનોખી પહેલ: માતાની અસ્થિઓ નદીમાં પધરાવવાને બદલે કર્યું વૃક્ષારોપણ, તેરમું-ભોજ પણ નહીં કરે

praxpatel

PM મોદીનો નવો રેકોર્ડ: 8931 દિવસથી એક પણ રજા વગર દેશસેવા, અમિત શાહે આપી પ્રતિક્રિયા

praxpatel