Gujarat Plus
Breaking News
લાઈફ સ્ટાઇલ

ઝાલમુરી vs ભેલપુરી: દેખાવમાં સરખી પણ સ્વાદમાં છે આસમાન-જમીનનો તફાવત!

ઝાલમુરી vs ભેલપુરી: દેખાવમાં સરખી પણ સ્વાદમાં છે આસમાન-જમીનનો તફાવત!

ચટપટું ખાવાના શોખીનોને બંગાળની પ્રખ્યાત ‘ઝાલમુરી’ અને મહારાષ્ટ્રની ‘ભેલપુરી’ બંને પ્રિય હોય છે. ઉપરથી જોતા આ બંને વાનગીઓ એક જેવી લાગે છે. પરંતુ તેના મસાલા અને બનાવવાની રીત તેને એકબીજાથી તદ્દન અલગ પાડે છે.

ઝાલમુરી અને ભેલપુરી વચ્ચેના મુખ્ય તફાવતો

ઘણીવાર લોકો આ બંનેને એક જ માની લે છે, પણ નીચેની બાબતો તેમને અલગ પાડે છે:

  • સરસવનું તેલ: ઝાલમુરીની ખાસિયત તેમાં વપરાતું સરસવનું તેલ છે. તે તેને તીખો અને ઉગ્ર સ્વાદ આપે છે. ભેલપુરીમાં તેલનો ઉપયોગ થતો નથી.

  • ચટણીનો જાદુ: ભેલપુરીમાં લીલી, લાલ અને ખાસ કરીને આમલીની ખાટી-મીઠી ચટણી વધુ હોય છે. જ્યારે ઝાલમુરી મોટે ભાગે કોરી અને મસાલેદાર હોય છે.

  • સ્વાદનો અનુભવ: ઝાલમુરી મુખ્યત્વે તીખી અને મસાલેદાર હોય છે. જ્યારે ભેલપુરીમાં ખાટો, મીઠો અને તીખો એમ ત્રણેય સ્વાદનું મિશ્રણ હોય છે.

  • સામગ્રી: ઝાલમુરીમાં મમરા સાથે ચણાચૂર, નારિયેળના ટુકડા અને ભુંજેલા મસાલા હોય છે. ભેલપુરીમાં સેવ, મગની દાળ અને વિવિધ ચટણીઓ મુખ્ય છે.

ઝાલમુરી શું છે?

બંગાળી ભાષામાં “ઝાલ” નો અર્થ તીખું અને “મુરી” એટલે મમરા થાય છે. આ કોલકાતાનું સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે.

તેમાં શું વપરાય છે? મમરા, ડુંગળી, ટામેટા, કાકડી, બાફેલા બટાકા, લીલા મરચા અને કોથમીર. આ સાથે ચણાચૂર, સેવ, સીંગદાણા, સરસવનું તેલ, ચાટ મસાલો અને લીંબુ ઉમેરીને તેને તૈયાર કરાય છે.

વડાપ્રધાન મોદી અને ઝાલમુરીનો ક્રેઝ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકો સાથે ઝાલમુરીનો આનંદ માણ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. ત્યારથી દેશ અને વિદેશમાં લોકોએ ઝાલમુરીની રેસીપી શોધવાનું શરૂ કર્યું હતું.


સંબંધિત પોસ્ટ્સ

મુલતાની માટીના વાસ્તુ ઉપાય: ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે અજમાવો આ અસરકારક ટિપ્સ

praxpatel

દિલ્હી સહિત 5 રાજ્યોમાં આજે ગાઢ ધુમ્મસ: યુપીના 6 જિલ્લામાં સ્કૂલો બંધ; બિહારમાં 8 ફ્લાઇટ રદ, બે જગ્યાએ વાહનો અથડાયા

Gujarat Plus

માતા દુર્ગાના નામ પરથી રાખો તમારી વહાલી દીકરીના આ ટ્રેન્ડી નામ, હંમેશા રહેશે માતાજીના આશીર્વાદ

praxpatel