Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

બોક્સ ઓફિસ પર ‘રાજા શિવાજી’ ની ગર્જના: ઓપનિંગ ડે પર કરી બમ્પર કમાણી, રામગોપાલ વર્મા પણ થયા ફિદા

'રાજા શિવાજી'
રિતેશ દેશમુખની મહત્વાકાંક્ષી ફિલ્મ “રાજા શિવાજી” સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે અને આ ફિલ્મ 1 મેના રોજ રિલીઝ થઈ હતી. તે મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવે છે. 1 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત કરી હતી, તેણે પહેલા દિવસે ₹11.35 કરોડની કમાણી કરી હતી. મરાઠી વર્ઝનને વધુ સારો પ્રતિસાદ મળ્યો હતો. દરમિયાન, દર્શકો ફિલ્મ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે, અને હવે ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ રિતેશ દેશમુખના લેખન, દિગ્દર્શન અને અભિનયવાળી ફિલ્મની પ્રશંસા કરતી પોસ્ટ શેર કરી છે.

છત્રપતિ શિવાજી મહારાજની શૌર્યગાથા પર બનેલી રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ 1 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ પ્રેક્ષકોને ખૂબ જ પસંદ આવી રહી છે. રિતેશ દેશમુખ દ્વારા નિર્દેશિત અને અભિનીત આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી છે.

‘રાજા શિવાજી’; પહેલા દિવસનું શાનદાર કલેક્શન

ઉદ્યોગ ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ‘રાજા શિવાજી’ એ પ્રથમ દિવસે ભારતભરમાં 11.35 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. ફિલ્મના મરાઠી સંસ્કરણને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. કુલ ગ્રોસ કલેક્શન 13.51 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ‘વેદ’ બાદ રિતેશ દેશમુખની નિર્દેશક તરીકેની આ બીજી ફિલ્મ છે.

રામગોપાલ વર્માએ કરી પ્રશંસા

હિન્દી અને તેલુગુ સિનેમાના જાણીતા દિગ્દર્શક રામગોપાલ વર્માએ સોશિયલ મીડિયા પર આ ફિલ્મની ભરપૂર પ્રશંસા કરી છે. તેમણે નિર્માતા જેનિલિયા દેશમુખને અભિનંદન પાઠવતા લખ્યું કે, “રિતેશ દેશમુખ પડદા પર સાક્ષાત શિવાજી મહારાજનો પુનર્જન્મ હોય તેવા દેખાય છે.” તેમણે રિતેશના અભિનય અને દિગ્દર્શન બંનેને ઐતિહાસિક ગણાવ્યા છે.

ફિલ્મની મજબૂત સ્ટાર કાસ્ટ

આ ફિલ્મમાં બોલિવૂડના અનેક દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકામાં છે:

  • રિતેશ દેશમુખ: છત્રપતિ શિવાજી મહારાજ

  • સંજય દત્ત: અફઝલ ખાન

  • સલમાન ખાન: જીવા મહાલા (કેમિયો)

  • અભિષેક બચ્ચન: સંભાજી શાહજી ભોંસલે

  • વિદ્યા બાલન: મોટી બેગમ

  • જેનિલિયા દેશમુખ: સાઈબાઈ

સંબંધિત પોસ્ટ્સ

‘બાગી 4’ માં કામ કરવું એ મારી સૌથી મોટી ભૂલ: સોનમ બાજવાએ ફિલ્મની નિષ્ફળતા પર આપી રમુજી પ્રતિક્રિયા

praxpatel

હુમા કુરેશીના લગ્નની શરણાઈઓ વાગશે? રૂમર્ડ બોયફ્રેન્ડ રચિત સિંહ સાથેની તસવીરો વાયરલ, જાણો ક્યારે છે લગ્ન

praxpatel

મેથ્યુ પેરી મોત કેસ: ‘કેટામાઈન ક્વિન’ જસવીન સંઘાને 15 વર્ષની જેલ, કોર્ટમાં રડી પડી ભારતીય મૂળની મહિલા

praxpatel