World Bank Warning: ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વના શહેરો હવે ‘ભઠ્ઠી’ બની રહ્યા છે. વિશ્વ બેંકના એક નવા અને ચોંકાવનારા રિપોર્ટ મુજબ, 2050 સુધીમાં શહેરોમાં રહેતી ગરીબ વસ્તી પર ગરમી નો પ્રકોપ 700 ટકા વધી જશે. આ સ્થિતિ ખાસ કરીને પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.
ગરમી હવે માત્ર હવામાન નથી, પણ આર્થિક સંકટ છે
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રચંડ ગરમી હવે માત્ર પરસેવો નથી પાડતી, પરંતુ તે મૃત્યુ, બેરોજગારી અને ગરીબીનું કારણ બની રહી છે:
-
રોજગાર પર અસર: અસહ્ય ગરમી ને કારણે મજૂરો અને બહાર કામ કરતા લોકો કામ કરી શકતા નથી.
-
શિક્ષણ અને સ્વાસ્થ્ય: ગરમીને લીધે શાળાઓ બંધ રાખવી પડે છે અને હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધે છે.
-
અર્બન હીટ આઇલેન્ડ: શહેરોમાં કોંક્રિટના જંગલોને કારણે તાપમાન સામાન્ય કરતા 10 ડિગ્રી જેટલું ઊંચું રહે છે.
જો અત્યારે પગલાં નહીં લેવાય તો શું થશે?
જો શહેરો ગરમીને પહોંચી વળવા માટે સજ્જ નહીં થાય, તો 2050 સુધીમાં સ્થિતિ ભયાનક હશે:
-
વીજળીની માંગ વધવાથી આખી ગ્રીડ ફેલ થઈ શકે છે.
-
ગરીબ પરિવારો અને વૃદ્ધો સૌથી વધુ મૃત્યુ પામશે.
-
લોકો ગરમીથી બચવા માટે મોટા પાયે સ્થળાંતર કરશે, જે સામાજિક અસંતુલન પેદા કરશે.
-
અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન થશે.
વિશ્વ બેંકનો ઉકેલ: ‘અર્બન હીટ હેન્ડબુક’
આ સંકટ સામે લડવા માટે વિશ્વ બેંકે ‘Handbook on Urban Heat Management’ બહાર પાડી છે. જેમાં ગરમી ઘટાડવા માટે સસ્તા અને અસરકારક ઉપાયો બતાવ્યા છે: આ ભયાનક સ્થિતિને પહોંચી વળવા માટે વિશ્વ બેંકે UN-Habitat અને UNEP સાથે મળીને એક ખાસ હેન્ડબુક બનાવી છે. જેનું નામ છે ‘Handbook on Urban Heat Management in the Global South’. આ હેન્ડબુક ત્રણ ભાગમાં છે – નીતિ નિર્માતાઓ માટે સરળ સારાંશ, ટેકનિકલ મેન્યુઅલ અને ઉપાયોની યાદીને સ્થાન આપવામાં આવ્યું છે.
-
ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર: શહેરોમાં બગીચા અને વૃક્ષોનું પ્રમાણ વધારવું.
-
રૂફ ગાર્ડન: ઇમારતોના ધાબા પર ગાર્ડન બનાવવા જેથી તાપમાન નીચું રહે.
-
પેસિવ કૂલિંગ: વીજળી વગર ઘર ઠંડા રહે તેવી આર્કિટેક્ચર પદ્ધતિઓ અપનાવવી.
-
સસ્તી કૂલિંગ સિસ્ટમ: ગરીબ વસ્તી સુધી ઠંડક પહોંચાડવાના સસ્તા સાધનો ઉપલબ્ધ કરાવવા.
વૈજ્ઞાનિકોની ચેતવણી સ્પષ્ટ છે: જો સરકારો અત્યારે જાગૃત નહીં થાય, તો આવનારા વર્ષોમાં શહેરો રહેવા લાયક નહીં રહે.
વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે ગરમી હવે રોજિંદા જીવનને બદલી રહી છે. જો શહેરો અત્યારે સક્રિય નહીં થાય તો 2050 સુધીમાં ગરમી લાખો ગરીબોની જિંદગી છીનવી લેશે. વિશ્વ બેંકની આ હેન્ડબુક શહેરો માટે છેલ્લી ચેતવણી છે. હવે સમય આવી ગયો છે કે સરકારો, શહેર પ્રશાસન અને લોકો મળીને આ ભયાનક સંકટ સામે લડે. નહીંતર આવનારા વર્ષોમાં શહેરો આગના દરિયા બની જશે જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જશે.
