Gujarat Plus
Breaking News
લાઈફ સ્ટાઇલ

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કેટલો સામાન સાથે રાખી શકાય? જાણો 1AC, 2AC અને સ્લીપર ક્લાસના નિયમો

ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જાણી લો સામાનના નિયમો. 1AC, 2AC, 3AC અને સ્લીપર કોચમાં કેટલા કિલો સામાન ફ્રી લઈ જઈ શકાય અને દંડથી કેવી રીતે બચવું,

ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે સામાન લઈ જવાના ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. જો તમે નિર્ધારિત મર્યાદા કરતા વધુ સામાન સાથે મુસાફરી કરો છો, તો રેલવે તમારી પાસેથી દંડ વસૂલી શકે છે. દરેક કોચની શ્રેણી મુજબ સામાનની લિમિટ અલગ-અલગ હોય છે.

કયા કોચમાં કેટલી લિમિટ?

રેલવેના નિયમો અનુસાર, માન્ય ટિકિટ ધરાવતા મુસાફરો નીચે મુજબનો સામાન મફતમાં પોતાની સાથે રાખી શકે છે:

  • ફર્સ્ટ ક્લાસ એસી (1st AC): મુસાફર દીઠ મહત્તમ 70 કિલો.

  • સેકન્ડ ક્લાસ એસી (2nd AC): મુસાફર દીઠ મહત્તમ 50 કિલો.

  • થર્ડ એસી અને સ્લીપર ક્લાસ: મુસાફર દીઠ મહત્તમ 40 કિલો.

  • જનરલ ક્લાસ: મુસાફર દીઠ મહત્તમ 35 કિલો.

વધુ સામાન હોય તો શું કરવું?

જો તમારી પાસે નિર્ધારિત મર્યાદા કરતા વધુ વજનનો સામાન છે, તો તમારે રેલવેના પાર્સલ વિભાગમાં જઈને તેનું અગાઉથી બુકિંગ કરાવવું જોઈએ. બુકિંગ કરાવેલો સામાન ટ્રેનના પાછળના ભાગમાં આવેલા લગેજ વાનમાં રાખવામાં આવે છે, જે તમારા ગંતવ્ય સ્ટેશને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવે છે.

નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડ

જો કોઈ મુસાફર લિમિટ કરતા વધુ સામાન સાથે પકડાય છે, તો રેલવે દ્વારા કિલોમીટર અને વધારાના વજનના આધારે દંડ વસૂલવામાં આવે છે. રેલવે આ નિયમો એટલે લાગુ કરે છે જેથી સહ-મુસાફરોને અવરજવરમાં તકલીફ ન પડે અને ટ્રેનની સુરક્ષા જળવાઈ રહે.

સંબંધિત પોસ્ટ્સ

AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ

praxpatel

પીવાના પાણીનું TDS કેટલું હોવું જોઈએ? જાણો સેહત માટે કયું પાણી છે બેસ્ટ અને કેવી રીતે કરવી ગુણવત્તાની ઓળખ

praxpatel

Sugar Effects: શું ખાંડ ખાવાથી દાંત પીળા પડે છે? જાણો ડાયાબિટીસ સિવાય કઈ બીમારીઓનું છે જોખમ

praxpatel