Gujarat Plus
Breaking News
તાજા સમાચારબિઝનેસ

ડિજિટલ પેમેન્ટ માટે RBIના નવા નિયમો: હવે ₹15,000 સુધીના ઓટો-ડેબિટ માટે OTPની જરૂર નહીં

ડિજિટલ પેમેન્ટ માટે RBIના નવા નિયમો: હવે ₹15,000 સુધીના ઓટો-ડેબિટ માટે OTPની જરૂર નહીં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ઓટોમેટિક પેમેન્ટ એટલે કે ઈ-મેન્ડેટ (E-Mandate) ના નિયમોમાં મોટી રાહત આપી છે. ભારતીય રિઝર્વ બેન્ક(RBI)એ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોની સુવિધા વધારવા માટે એક મોટું પગલું ઉઠાવ્યું છે. નવા નિયમો અનુસાર, હવે ₹15,000 સુધીના ઓટોમેટિક પેમેન્ટ(E-Mandate) માટે ગ્રાહકોએ વારંવાર OTP કે પાસવર્ડ નાખવાની જરૂર નહીં પડે. આ સુવિધાનો સીધો લાભ OTT સબસ્ક્રિપ્શન, વીજળી બિલ અને મોબાઈલ રિચાર્જ જેવા નિયમિત ચૂકવણા કરતા કરોડો યુઝર્સને મળશે. આ ઉપરાંત, જો કોઈ ગ્રાહકનો ડેબિટ કે ક્રેડિટ કાર્ડ બદલાય છે, તો તેની સાથે જોડાયેલા જૂના ઈ-મેન્ડેટ આપમેળે નવા કાર્ડ પર ટ્રાન્સફર થઈ જશે, જેથી પેમેન્ટ અટકવાની સમસ્યા રહેશે નહીં. નવા નિયમ મુજબ, હવે ₹15,000 સુધીના પેમેન્ટ માટે ગ્રાહકોએ OTP કે એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશન (AFA) કરવાની જરૂર રહેશે નહીં.

કોને થશે ફાયદો?

આ ફેરફારથી એવા ગ્રાહકોને મોટો ફાયદો થશે જેઓ દર મહિને નિયમિત ચૂકવણી કરે છે.

  • OTT સબસ્ક્રિપ્શન: Netflix, Amazon Prime જેવા પ્લેટફોર્મ.

  • બિલ પેમેન્ટ: વીજળી બિલ, ગેસ બિલ અને મોબાઈલ રિચાર્જ.

  • જૂના ઈ-મેન્ડેટ: જો તમારું કાર્ડ બદલાય છે, તો જૂનું મેન્ડેટ નવા કાર્ડ પર આપમેળે ટ્રાન્સફર થઈ જશે.

SIP અને વીમા માટે મોટી મર્યાદા

RBI એ માત્ર નાના પેમેન્ટ જ નહીં, પરંતુ મોટા પેમેન્ટ માટે પણ મર્યાદા વધારી છે. મ્યુચ્યુઅલ ફંડ (SIP), વીમા પ્રીમિયમ અને ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે આ મર્યાદા વધારીને ₹1 લાખ કરી દેવામાં આવી છે. એટલે કે ₹1 લાખ સુધીના આવા ટ્રાન્ઝેક્શન હવે વધુ ઝડપથી થશે.

પેમેન્ટ ફેલ થવાની સમસ્યા ઘટશે

અત્યાર સુધી ઘણીવાર OTP મોડો આવવાને કારણે અથવા નેટવર્ક ઈશ્યુને લીધે પેમેન્ટ અટકી જતું હતું. પેમેન્ટ ફેલ થવાને કારણે ગ્રાહકોને પેનલ્ટી ભરવી પડતી હતી. હવે ઓટો-ડેબિટ સુવિધા વધુ સ્મૂધ બનતા ગ્રાહકોનો સમય બચશે અને નાણાકીય શિસ્ત જળવાશે.

સંબંધિત પોસ્ટ્સ

શામળાજી જનારા ભક્તો માટે ખુશખબર: હવે ‘વંદે ભારત’ ટ્રેન શામળાજી સ્ટેશને ઉભી રહેશે, જાણો વિગત

praxpatel

છોટા ઉદેપુર: બોડેલી પોલીસની મોટી કાર્યવાહી, સંખાંદ્રા સીમમાંથી ₹10.56 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Maheriya Nirali

સુપ્રીમ કોર્ટે કહ્યું-નિવૃત્તિ પહેલા ધડાધડ ચુકાદા સંભળાવવા દુર્ભાગ્યપૂર્ણ: એવું લાગે છે કે જજ મેચની છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા છે

Gujarat Plus