Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચારરાષ્ટ્રીય

સુરતમાં પરપ્રાંતીયોના પલાયન મુદ્દે સંજય રાઉત આક્રમક, ગુજરાત સરકાર પર કર્યા આકરા પ્રહાર

સુરતમાં પરપ્રાંતીયોના પલાયન મુદ્દે સંજય રાઉત આક્રમક, ગુજરાત સરકાર પર કર્યા આકરા પ્રહાર

સુરતના રેલવે સ્ટેશન પર શ્રમજીવીઓની ભીડ અને પલાયનની સ્થિતિ મુદ્દે શિવસેના (UBT) નેતા સંજય રાઉત એ  ભાજપ સરકારને ઘેરી છે. તેમણે ગુજરાતના શાસન અને શ્રમજીવીઓની હાલત પર સવાલો ઉઠાવ્યા છે.

“મને ગુજરાતના મુખ્યમંત્રીનું નામ જ ખબર નથી” : સંજય રાઉત

સંજય રાઉતે સુરતના ઉધના સ્ટેશન પર સર્જાયેલી અફરાતફરી અંગે આકરા કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું કે, “ગુજરાતમાં આજે પણ સત્તાનું કેન્દ્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે તેમને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રીનું નામ પણ ખબર નથી, કારણ કે ત્યાં બધો વહીવટ દિલ્હીથી ચાલે છે.

સુરતમાં પલાયનની સ્થિતિ પર સવાલ

સુરતમાં ટ્રેન પકડવા માટે ઉમટેલી હજારોની ભીડ અંગે સંજય રાઉત એ  પૂછ્યું કે, “ગુજરાતમાં બધું બરાબર કેમ નથી?” તેમણે દાવો કર્યો કે લોકો ભૂખ્યા છે અને તેમની પાસે રોજગાર નથી, તેથી તેઓ પલાયન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ૧૯ એપ્રિલના રોજ સુરતમાં ભીડને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

મહિલા અનામત અને સીમાંકન મુદ્દે પ્રહાર

સંજય રાઉતે અન્ય મુદ્દાઓ પર પણ સરકારને આડે હાથ લીધી:

  • મહિલા અનામત: તેમણે દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર મહિલાઓને ગુમરાહ કરી રહી છે.

  • સીમાંકન વિરોધ: રાઉતે આક્ષેપ કર્યો કે સરકાર બેઠકો વધારીને કાયમી સત્તામાં રહેવા માંગે છે, જેનો તેઓ વિરોધ કરે છે.

  • ચૂંટણી પંચ: પશ્ચિમ બંગાળમાં સરકારી મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં કાળઝાળ ગરમી: અમદાવાદ 44.8 ડિગ્રી સાથે સૌથી ગરમ, રાજકોટ સહિત આ જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’

praxpatel

‘હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ મોટું ષડયંત્ર થયું…’ અશોક ગેહલોતનો મોટો દાવો

praxpatel

કેરળમાં ડાબેરી કિલ્લો ધ્વસ્ત: LDF ના 21 માંથી 13 મંત્રીઓ હાર્યા, UDF ની શાનદાર વાપસી

praxpatel