Gujarat Plus
Breaking News
બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં કડાકો: ચાંદી ₹1800 અને સોનામાં પણ ઘટાડો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

ચાંદી

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે, સોમવારે દિલ્હીમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવ ₹1,800 (આશરે 1 ટકા) ઘટીને ₹2,45,200 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા. ગયા શુક્રવારે ચાંદીના ભાવ ₹2,47,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. ચાંદીની સાથે, 99.9 ટકા શુદ્ધતાવાળા સોનામાં પણ આજે ₹300 નો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો, જે ₹1,55,000 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. ગયા શુક્રવારે, સોનાના ભાવ ₹1,55,300 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા. વૈશ્વિક બજારમાં નબળા સંકેતોને કારણે સોમવારે દિલ્હી સર્રાફા બજારમાં સોના અને ચાંદી ના ભાવમાં ઘટાડો નોંધાયો છે. રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફાખોરી (Profit Booking) ને કારણે કિંમતો નીચે આવી છે.

ચાંદી ના ભાવમાં ₹1800નો ઘટાડો

ઓલ ઇન્ડિયા સર્રાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ચાંદી ની કિંમત ₹1,800 ઘટીને ₹2,45,200 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. ગત શુક્રવારે ચાંદીનો ભાવ ₹2,47,000 પર બંધ થયો હતો.

સોનાના ભાવમાં પણ ગાબડું

ચાંદી ની સાથે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 99.9% શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ ₹300 ઘટીને ₹1,55,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. અગાઉના સત્રમાં સોનું ₹1,55,300 પર બંધ રહ્યું હતું.

ઘટાડાનું મુખ્ય કારણ

બજારના નિષ્ણાતોના મતે, અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણા નિષ્ફળ જવાથી અને અમેરિકી ડોલરમાં મજબૂતી આવવાથી સોના-ચાંદી પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત, હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધવાની આશંકાએ રોકાણકારોએ સોનામાં નફો વસૂલવાનું શરૂ કર્યું છે, જેના કારણે કિંમતો ઘટી છે.

ખાસ નોંધ: કાલે બજાર બંધ રહેશે

આવતીકાલે એટલે કે મંગળવાર, 14 એપ્રિલના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે સર્રાફા બજારમાં કામકાજ બંધ રહેશે.

સંબંધિત પોસ્ટ્સ

PUC વગર પેટ્રોલ-ડીઝલ નહીં મળે: ફક્ત BS-6 એન્જિનવાળા વાહનોને જ એન્ટ્રી, વધતા પ્રદુષણને લઈ દિલ્હીમાં GRAP-4 લાગુ

Gujarat Plus

Home Loan Rates 2026: સરકારી કે પ્રાઈવેટ? કઈ બેંક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન, જાણો ક્યાં તમારી EMI ઓછી આવશે

praxpatel

ઓછું ભણેલી મહિલાઓ માટે LICમાં નોકરીની તક, દર મહિને મળશે ₹7000 સુધીનું ભથ્થું

praxpatel