Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

લેબેનોન પર હુમલા બંધ કરો, નહિતર તેલ અવીવ સુરક્ષિત નહીં રહે: ઈરાનની ઈઝરાયલને ખુલ્લી ધમકી

લેબેનોન

અમેરિકા અને ઈરાન વચ્ચે 14 દિવસના યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાય તેવું લાગતું નથી. ઈરાને સોશિયલ મીડિયા પર ઈઝરાયલને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. લેબેનોન માં હુમલા બદલ ઈરાને ઈઝરાયલને ધમકી આપી છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે (IRIB) સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, જો ઈઝરાયલ થોડાં જ કલાકોમાં દક્ષિણ લેબેનોન માં હુમલા બંધ નહીં કરે તો ઈઝરાયલી વાયુ સેના અને મિસાઈલ યુનિટ્સ રાજધાની તેલ અવીવમાં બોંબમારો શરૂ કરશે.’

ઈરાનની ઈઝરાયલને સીધી ચેતવણી 

ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે (IRIB) સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈઝરાયલ દક્ષિણ લેબેનોન માં હુમલા બંધ નહીં કરે, તો ઈરાની સેના તેલ અવીવ પર બોમ્બમારો શરૂ કરશે. ઈરાને જણાવ્યું કે તેના મિસાઈલ યુનિટ્સ ઈઝરાયલની રાજધાનીને નિશાન બનાવવા તૈયાર છે.

નેતન્યાહૂનું આકરું વલણ: ‘હિઝબુલ્લા પર હુમલા ચાલુ રહેશે’

બીજી તરફ, ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે આ યુદ્ધવિરામ લેબેનોનને લાગુ પડતો નથી. તેમણે કહ્યું કે:

  • અમેરિકા-ઈરાન વચ્ચેનો યુદ્ધવિરામ માત્ર બે દેશો પૂરતો મર્યાદિત છે.

  • હિઝબુલ્લા સામેની સૈન્ય કાર્યવાહી અને જમીન પરની લડાઈ ચાલુ રહેશે.

  • હોર્મુઝ જળમાર્ગ તાત્કાલીક ખોલવાની શરતે જ આ સમજૂતી થઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા અને યુદ્ધવિરામ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર 14 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ઈરાન હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટે તૈયાર થતા આ નિર્ણય લેવાયો છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ પણ સંમતિ દર્શાવી છે કે જો હુમલા અટકશે તો તેઓ પણ વળતો પ્રહાર નહીં કરે.

પરંતુ લેબેનોનમાં હિઝબુલ્લા વિરુદ્ધ ઈઝરાયલની કાર્યવાહી હવે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીધા યુદ્ધનું કારણ બની શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

સાવધાન: હજારો કિલોમીટર દૂર લડાતું યુદ્ધ તમારા ઘરનું બજેટ બગાડશે, જાણો કઈ ચીજોના ભાવમાં આવશે તોતિંગ ઉછાળો

Maheriya Nirali

મહુઆ મોઈત્રાનો વિવાદિત સવાલ: ‘સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતીઓ ક્યાં હતા?’ સોશિયલ મીડિયા પર ભારે રોષ

praxpatel

વેનેઝુએલા માં ભૂકંપ આવ્યો તેની અમુક સેકન્ડ પહેલા જ ગૂગલે મોકલ્યું હતું ઍલર્ટ, જાણો કેવી રીતે

praxpatel