ભારતીય પરમાણુ વિજ્ઞાનના ઇતિહાસમાં આજે સુવર્ણ અક્ષરે લખાશે. તમિલનાડુના કલપક્કમ ખાતે આવેલા ‘પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર’ (PFBR) એ ક્રિટિકાલિટી (Criticality) પ્રાપ્ત કરી છે. આ સફળતા સાથે ભારત હવે રશિયા પછી વિશ્વનો બીજો એવો દેશ બન્યો છે જેણે આ જટિલ ટેકનોલોજી પર વિજય મેળવ્યો હોય.
શું છે આ ઐતિહાસિક સિદ્ધિ?
કલપક્કમમાં સ્થિત 500 મેગાવોટના આ રિએક્ટરમાં પરમાણુ ચેન રિએક્શન હવે આપમેળે અને નિયંત્રિત રીતે શરૂ થઈ ગયું છે.
-
ઈંધણની વિશેષતા: આ રિએક્ટર ઉર્જા પેદા કરવાની સાથે સાથે પોતાના વપરાશ કરતા વધુ ઈંધણ ‘બ્રીડ’ (પેદા) પણ કરશે.
-
આત્મનિર્ભરતા: આ ટેકનોલોજી ભારતને પરમાણુ ઉર્જા ક્ષેત્રે સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવશે.
ડૉ. હોમી જહાંગીર ભાભાનું વિઝન
ભારતના પરમાણુ વિજ્ઞાનના પિતામહ ડૉ. હોમી ભાભા એ 1950ના દાયકામાં થ્રી-સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ તૈયાર કર્યો હતો. કલપક્કમની આ સિદ્ધિ તે પ્રોગ્રામના બીજા તબક્કાની સૌથી મોટી જીત છે.
Today, India takes a defining step in its civil nuclear journey, advancing the second stage of its nuclear programme.
The indigenously designed and built Prototype Fast Breeder Reactor at Kalpakkam has attained criticality.
This advanced reactor, capable of producing more fuel…
— Narendra Modi (@narendramodi) April 6, 2026
થોરિયમનો ઉપયોગ અને ભારતની તાકાત
ભારત પાસે યુરેનિયમનો ભંડાર ઓછો છે, પરંતુ વિશ્વનો સૌથી મોટો થોરિયમ ભંડાર (લગભગ 25%) ભારત પાસે છે.
-
પ્રથમ તબક્કો: કુદરતી યુરેનિયમ વાપરીને પ્લુટોનિયમ પેદા કરવું.
-
બીજો તબક્કો: ફાસ્ટ બ્રીડર રિએક્ટર (FBR) દ્વારા પ્લુટોનિયમનો ઉપયોગ કરી થોરિયમને ઈંધણમાં રૂપાંતરિત કરવું.
-
ત્રીજો તબક્કો: સંપૂર્ણપણે થોરિયમ આધારિત ઉર્જા મેળવવી (જે તરફ ભારત હવે ઝડપથી આગળ વધી રહ્યું છે).
દુનિયા કેમ ચોંકી?
પરમાણુ ક્ષેત્રે આ ટેકનોલોજી અત્યંત જટિલ માનવામાં આવે છે. પશ્ચિમી દેશો જે ટેકનોલોજી આપવા તૈયાર નહોતા, તે ભારતીય વૈજ્ઞાનિકોએ સ્વદેશી રીતે વિકસાવીને વિશ્વને પોતાની તાકાતનો પરિચય કરાવ્યો છે.
દેશને શું ફાયદો થશે?
ઉર્જા આત્મનિર્ભરતા ભારત અત્યારે કોલસા અને આયાતી તેલ પર નિર્ભર છે. આ રિએક્ટર સફળતાપૂર્વક ચાલતા ભારત પોતાની વીજ જરૂરિયાતો માટે બીજા દેશો પર નિર્ભર નહીં રહે. નેટ-ઝીરો લક્ષ્ય 2070 ભારત સરકારે 207 સુધીમાં કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પરમાણુ ઉર્જા એ ક્લીન એનર્જી છે, જે ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદરૂપ થશે. લાંબા ગાળે જ્યારે થોરિયમનો ઉપયોગ શરૂ થશે, ત્યારે ભારત વિશ્વમાં સૌથી સસ્તી વીજળી પેદા કરતો દેશ બની શકે છે. ન્યુક્લિયર વેસ્ટમાં ઘટાડો, ફાસ્ટ બ્રીડર રિએક્ટર પરંપરાગત રિએક્ટર કરતા ઓછો પરમાણુ કચરો પેદા કરે છે, જે પર્યાવરણ માટે સુરક્ષિત છે.
