Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

ઇસ્તંબુલમાં ઇઝરાયેલી દૂતાવાસ પર અંધાધૂંધ ફાયરિંગ: બે હુમલાખોરો ઠાર, સમગ્ર વિસ્તાર સીલ

ઇસ્તંબુલ માં ઇઝરાયેલી દૂતાવાસ પર અંધાધૂંધ ફાયરિંગ: બે હુમલાખોરો ઠાર, સમગ્ર વિસ્તાર સીલ

તુર્કીના ઇસ્તંબુલ શહેરમાં આવેલી ઇઝરાયેલી કોન્સ્યુલેટ (દૂતાવાસ) ની ઇમારત બહાર ભીષણ ગોળીબારની ઘટના બની છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આ હુમલાએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે.

બે હુમલાખોરો માર્યા ગયા, એકની ધરપકડ

તુર્કી મીડિયાના અહેવાલ મુજબ, હુમલાખોરો આધુનિક અને લાંબી અંતરની મારક ક્ષમતા ધરાવતા હથિયારો સાથે આવ્યા હતા.

  • ઘટના: હુમલાખોરોએ ઇસ્તંબુલ માં ઇમારતની બહાર આવતા જ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

  • જળબાજ પોલીસ: પોલીસની વળતી કાર્યવાહીમાં બે હુમલાખોરો ઘટનાસ્થળે જ માર્યા ગયા છે, જ્યારે ત્રીજા હુમલાખોરને જીવતો પકડી લેવામાં આવ્યો છે.

  • પોલીસ ઘાયલ: આ અથડામણમાં એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયા હોવાના સમાચાર છે.

તપાસ અને સુરક્ષા વ્યવસ્થા

હુમલા બાદ તરત જ સુરક્ષા દળોએ ઇમારત અને તેની આસપાસના સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.

  • તપાસ શરૂ: તુર્કીના ન્યાય મંત્રી અકિન ગુરલેકે જણાવ્યું છે કે આ હુમલા પાછળનો હેતુ અને હુમલાખોરોની ઓળખ માટે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

  • કોન્સ્યુલેટની સ્થિતિ: ઇઝરાયેલી દૂતાવાસ આ ઊંચી ઇસ્તંબુલ  ની ઇમારતના ઉપરના માળ પર આવેલું છે. હુમલાખોરોનો મુખ્ય ટાર્ગેટ દૂતાવાસ જ હોવાનું મનાય છે.

વૈશ્વિક તણાવની અસર

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે અન્ય દેશોમાં સ્થિત ઇઝરાયેલી પ્રતિષ્ઠાનો પર જોવા મળી રહી છે. આ હુમલા બાદ તુર્કીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

ભાજપમાં ‘આયાતી’ નેતાઓનો દબદબો: સંઘના બેકગ્રાઉન્ડ વગર જ આ 9 દિગ્ગજો બન્યા ‘કિંગ’

praxpatel

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો: વિઝા નિયમો કડક થતા 40 ટકા અરજીઓ રિજેક્ટ, જાણો નવા નિયમો

praxpatel

હેર ટ્રાન્સપ્લાન્ટ પછી આટલું ધ્યાન રાખશો તો જ મળશે બેસ્ટ રિઝલ્ટ, જાણો સાચી રીત

praxpatel