Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

મોરબી: રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં ભીષણ આગ, ફાયર વિભાગે મહિલાનું કર્યું દિલધડક રેસ્ક્યૂ

મોરબી સમાચાર, ન્યૂ પેલેસ આગ, રાજવી પરિવાર મોરબી, ફાયર બ્રિગેડ રેસ્ક્યૂ, ગુજરાત સમાચાર, Morbi News.

મોરબીના ઐતિહાસિક ન્યૂ પેલેસ (New Palace) માં આજે રવિવારે અચાનક આગ લાગવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. રાજવી પરિવારના આ પેલેસમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે ત્રીજા માળે એક મહિલા ફસાઈ ગઈ હતી, જેનું ફાયર વિભાગે સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું છે.

પેલેસ ના ત્રીજા માળે લાગી આગ

મળતી માહિતી મુજબ, આગની આ ઘટના પેલેસના ત્રીજા માળે બની હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડની 3 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પેલેસમાં આગ લાગવાની જાણ થતાં આસપાસના લોકો અને રાજવી પરિવારના સભ્યો ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. પરંતુ ફાયર વિભાગની સતર્કતાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

ફાયર વિભાગની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી

આગના સમયે પેલેસ માં એક મહિલા ફસાયેલી હતી. ફાયર ફાઈટરોએ જીવના જોખમે ત્રીજા માળે પહોંચીને આ મહિલાનું દિલધડક રેસ્ક્યૂ કર્યું હતું. સતત પાણીનો મારો ચલાવીને ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઐતિહાસિક પેલેસમાં આગ લાગતા રાજવી પરિવાર અને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી.

આગનું કારણ અસ્પષ્ટ

હાલમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા પેલેસમાં કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોરબીના આ ઐતિહાસિક વારસા સમાન પેલેસમાં આગની ઘટનાને પગલે વહીવટી તંત્ર પણ દોડતું થયું છે.

સંબંધિત પોસ્ટ્સ

ધમકીઓની પરવા કર્યા વગર મોનાલિસા સાતમા આસમાને: પતિ ફરમાનની ગોદમાં જોવા મળી નવી નવેલી દુલ્હન

praxpatel

ગુજરાત નગરપાલિકા ચૂંટણી: ગોંડલ-ગણદેવીમાં ભાજપની ક્લીન સ્વીપ, વિરમગામ અને ધોળકામાં પણ ભગવો લહેરાયો

praxpatel

Gujarat Municipality Leaders List: ગુજરાતની નગરપાલિકાઓ ના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર, જુઓ આખી યાદી

praxpatel