Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટતાજા સમાચાર

Video/ અરિજીત સિંહના અવાજનો જાદુ: આમિરના પુત્ર જુનૈદ અને સાઈ પલ્લવીનું નવું ગીત ‘ખ્વાબ દેખું’ રિલીઝ

જુનૈદ

બોલિવૂડમાં વધુ એક સ્ટાર કિડની એન્ટ્રી થવા જઈ રહી છે. આમિર ખાન પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘એક દિન’ (Ek Din) નું નવું ગીત ‘ખ્વાબ દેખું’ આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન અને સાઉથની સુપરસ્ટાર સાઈ પલ્લવીની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.

જુનૈદ નો બરફની વાદીઓમાં રોમાન્સનો તડકો

ખૂબ જ સુંદર અને બરફથી છવાયેલી વાદીઓમાં ફિલ્માવાયેલું આ ગીત દર્શકોના દિલ જીતી રહ્યું છે. ગીતમાં જુનૈદ ખાન એક શરમાળ યુવકના પાત્રમાં છે, જ્યારે સાઈ પલ્લવી પોતાની ચુલબુલી અદાઓથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી રહી છે. બંનેની જોડી પડદા પર એક શુદ્ધ અને નિર્દોષ પ્રેમ કહાનીની ઝલક આપે છે.

અરિજીત સિંહનો જાદુઈ અવાજ

આ રોમેન્ટિક ગીતને બોલિવૂડના સિંગિંગ સેન્સેશન અરિજીત સિંહ અને તરન્નુમ મલિક જૈને અવાજ આપ્યો છે.

  • મ્યુઝિક કમ્પોઝર: રામ સંપત

  • ગીતકાર: ઈરશાદ કામિલ

રામ સંપતનું સંગીત અને ઈરશાદ કામિલના હૃદયસ્પર્શી શબ્દોએ આ ગીતને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધું છે. ખાસ કરીને અરિજીતનો અવાજ આ ગીતને વધુ સ્પેશિયલ બનાવે છે.

ફિલ્મ ‘એક દિન’ ની આતુરતા

‘એક દિન’ ફિલ્મનું ટ્રેલર અને ટાઈટલ ટ્રેક પહેલા જ હિટ થઈ ચૂક્યા છે. હવે આ નવા ગીતે ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે. જુનૈદ ખાનની આ ડેબ્યૂ ફિલ્મ સાઈ પલ્લવી સાથેની તેની કેમિસ્ટ્રીને કારણે ચર્ચામાં છે.

સંબંધિત પોસ્ટ્સ

3 માર્ચે ચંદ્રગ્રહણ: દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, જાણો દર્શન અને સેવા ક્રમનો નવો સમય

aminparmar

‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ખુલ્લી ચેતવણી

praxpatel

Video/ ઈરાનના ખારગ ટાપુ પર અમેરિકાનો ભયાનક મિસાઈલ એટેક: આકાશમાંથી વરસી ‘કાળી આફત’

praxpatel