Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત પર બે દિવસ ‘ભારે’: કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે સરકારની નવી એડવાઇઝરી જાહેર

ગુજરાત પર બે દિવસ 'ભારે': વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે સરકારની નવી એડવાઇઝરી જાહેર

ગુજરાતમાં વાતાવરણના પલટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 21 માર્ચ 2026 સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ (માવઠું) પડી શકે છે. આ સ્થિતિને પહોંચી વળવા કૃષિ વિભાગે ખેડૂતો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે.

કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ નીચેના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે:

  • ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા.

  • સૌરાષ્ટ્ર-કચ્છ: જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને કચ્છ.

  • દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના.

ખેડૂતો માટે 9 મહત્વની સાવચેતી (તકેદારી)

ખેતીના પાકને નુકસાનથી બચાવવા માટે સરકારે નીચે મુજબના પગલાં લેવા સૂચન કર્યું છે:

  1. પાકને ઢાંકી દેવો: કાપણી કરેલો પાક ખુલ્લો હોય તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી સુરક્ષિત રીતે ઢાંકી દો.

  2. સલામત સ્થળ: તૈયાર થયેલા પાકના ઢગલાને તાત્કાલિક ગોડાઉન કે સુરક્ષિત શેડ નીચે ખસેડો.

  3. પાણીનો નિકાલ: ઉભા પાકમાં પાણી ભરાઈ ન રહે તે માટે ખેતરમાં નિકાલની વ્યવસ્થા અગાઉથી કરી લેવી.

  4. પિયત મુલતવી રાખવું: વરસાદી માહોલ દરમિયાન પાકને પાણી આપવાનું (Irrigation) ટાળવું.

  5. જંતુનાશક દવા: અત્યારે પાક પર દવા છાંટવાનું કામ થોડા દિવસો માટે રોકી દેવું.

  6. ભેજવાળા પાકોની કાળજી: જીરું, ઈસબગુલ અને વરિયાળી જેવા પાકો ભેજથી જલ્દી બગડે છે, તેને સૌથી પહેલા સુરક્ષિત કરો.

  7. APMC માં સાવચેતી: ખેતપેદાશોને માર્કેટ યાર્ડમાં શેડ નીચે જ રાખવી.

  8. વેચાણ ટાળવું: શક્ય હોય તો આ બે-ત્રણ દિવસ દરમિયાન પાક વેચવા માટે યાર્ડમાં લાવવાનું ટાળવું.

  9. ખાતર-બિયારણ: બિયારણ કે ખાતરનો જથ્થો પલળે નહીં તે રીતે ઉંચાણવાળા સ્થળે રાખવો.

“ખેડૂતોએ પોતાના મહામૂલા પાકને બચાવવા માટે સત્વરે આ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.” — કૃષિ વિભાગ, ગુજરાત સરકાર

મદદ માટે સંપર્ક ક્યાં કરવો?

જો તમને ખેતીના પાક કે સુરક્ષા અંગે કોઈ માર્ગદર્શન જોઈતું હોય, તો તમે નીચેના માધ્યમોનો ઉપયોગ કરી શકો છો:

  • કિસાન કોલ સેન્ટર (Toll-Free): 1800 180 1551

  • તમારા વિસ્તારના ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરો.


સંબંધિત પોસ્ટ્સ

અયોધ્યા રામ મંદિર પરિસરમાં હવે 6 પેટા-મંદિરો પર લહેરાશે ધર્મ ધજા, જાણો કયા દેવી-દેવતાના છે આ મંદિર

praxpatel

ધોરણ 5માં ભણતી બાળકીને હાર્ટએટેક આવતા મોત

aminparmar

અમેરિકા સાથે યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનમાં ચૂંટણીની જાહેરાત, જાણો કઈ તારીખે થશે મતદાન?

praxpatel