આપણે સૌ જાણીએ જ છીએ છે વર્તમાન પરિસ્થિતિમાં ગેસની કાળાબજારી ચાલી રહી છે જેનાથી સામાન્ય લોકોના ઘરખર્ચ પર સીધો અસર પડી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે જે લોકો ( PNG ) એટલે કે ગેસની પાઇપલાઇન વાપરી રહ્યા છે શું હવે એમની પણ મુશ્કેલીઓ વધશે
મધ્ય પૂર્વમાં યુએસ-ઇઝરાયલ ગઠબંધન અને ઇરાન વચ્ચે દુશ્મનાવટ ફાટી નીકળ્યાને બે અઠવાડિયા વીતી ગયા છે. પણ આ દુશ્મનાવટ તો થોભવાનું નામ જ નથી લેતી . ભારતથી હજારો કિલોમીટર ના અંતરે આ ઘટના વર્તમાન સમયમાં ઘટી રહી છે .પરંતુ એમના લીધે આપડા સૌ ના મનમાં દિવસે ને દિવસે મુંજવણ વધતી જઈ રહી છે . ગેસ સિલિન્ડર માટે હજારો લોકો ની લાઇન વિવિધ સ્થળોએ જોવા મળી રહી છે તેઓ આવી કાળજાળ ગરમીમા લાઇન ઉભવા છતાં એમને ગેસ મળતો નથી . અને આવી કટોકટીની પરિસ્થિતિમા કાળાબજારી નો લાભ લે છે અને મધ્યમ વર્ગ ના લોકોના ઘર ખર્ચ પર સીધી અસર દેખાઈ રહી છે .
શું ગેસની પાઇપલાઇન યુઝર્સ માટે ચિંતા વધી કે ઘટી?
ભારતમાં હાલમાં ( 2025-2026ની સ્થિતિ મુજબ ) 33 કરોડથી વધુ સક્રિય ઘરેલુ (active) LPG કનેક્શન છે સામાન્ય રીતે PNG વપરાશકર્તાઓ ને LPG સિલિન્ડર જેવી અછતોનો સામનો કરવો પડતો નથી . તેમના મુખ્ય કારણો જાણો
સીધી લેવડ-દેવડ :- PNG પાઇપ લાઈન દ્વારા સીધું તમારા રસોડા સુધી પહોંચે છે એટલે ઓનલાઇન નોંધવણી કરવાની કે કોઈ માથાકૂટ હોતી નથી .
પરિવહન ની સમસ્યા નથી :- PNG ની સીધી લેવડ દેવડ થાય છે એટલે કોઈ સપ્લાય માટે મુશ્કેલીઓ નથી LPG ઘણી વાર રસ્તા બંધ થવા કે હડતાળ ના કારણે વિલંબ થાય છે જ્યારે PNG મા આવી કોઈ માથાકૂટ હોતી નથી .
અવિરત પુરવઠો :- ગેસ કંપનીઓ પાસે PNG મોટાં પ્રમાણમાં કે જથ્થાબંધ હોય છે જેના કારણે તેમનો સ્ટોક પૂરો થતો નથી . કંપની વાળાં સ્ટોરેજ અને નેટવર્ક મોટા પ્રમાણમાં રાખે છે જેનાથી અછત ટુંક સમયમા સર્જાતી નથી
જોકે, મોટા ભાગે તો સંજોગોવસાત જ્યારે લાઇન લીકેજ કે થાય તો પરિસ્થિતિ સર્જાય છે જેમની જાણ કંપની વાળા અગાઉથી કરી દેતા હોય છે . અવંતિકા ગેસ લિમિટેડના માર્કેટિંગ વડા મનીષ વર્માએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન પરિસ્થિતિની વ્યાપક સ્પષ્ટતા આપી.
તેમણે સ્વીકાર્યું કે મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસના વૈશ્વિક ભાવમાં ખરેખર વધારો થયો છે – જેની અસર મુખ્યત્વે ઔદ્યોગિક ગેસ પુરવઠા ક્ષેત્ર પર પડી છે – પરંતુ ઘરોમાં પહોંચતો PNG નો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે, અને તેના પર કોઈ નકારાત્મક અસરની અપેક્ષા નથી. એ પણ રાહતની વાત છે કે, અત્યાર સુધી, દેશમાં કોઈ PNG ગ્રાહકે ગેસ પુરવઠાના અભાવ અથવા ઓછા દબાણ અંગે ફરિયાદ નોંધાવી નથી. તેથી, પાઇપ ગેસનો ઉપયોગ કરતા પરિવારોએ ગભરાવાનું કોઈ કારણ નથી.
