Gujarat Plus
Breaking News
gujaratplusગુજરાતતાજા સમાચાર

•SURAT NEWS :/ “ઈંધણની અછત વચ્ચે રોજગારીનું સંકટ: કારીગરો વતનની વાટ પકડતા ટેક્સટાઈલ સેક્ટરમાં હાહાકાર” | GUJARATPLUS

સુરતમાં સર્જાયેલી આ ગેસની અછત ખરેખર ચિંતાજનક છે, ખાસ કરીને એવા શ્રમિકો માટે જેમના જોરે શહેરની આર્થિક ગતિવિધિઓ ચાલે છે. મિડલ ઈસ્ટના તણાવને કારણે સપ્લાય ચેઈન ખોરવાતા તેની સીધી અસર સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે:

આ પરિસ્થિતિના મુખ્ય પસાઓ:-
• શ્રમિકોનું પલાયન:- રસોઈ ગેસ ન મળવાને કારણે પાયાની જરૂરિયાતો પૂરી ન થતા શ્રમિકો પોતાના વતન (યુપી, બિહાર, ઓડિશા) પરત ફરી રહ્યા છે, જેની અસર આગામી સમયમાં ટેક્સટાઇલ અને બાંધકામ ઉદ્યોગ પર પડી શકે છે.
• ઉદ્યોગો પર જોખમ:- સુરતની ‘કરોડરજ્જુ’ ગણાતા પરપ્રાંતીય શ્રમિકો જો આ રીતે શહેર છોડશે, તો ઉદ્યોગોમાં મેનપાવરની મોટી અછત સર્જાઈ શકે છે.
• કાળાબજારનો માર:- સામાન્ય ભાવે સિલિન્ડર ન મળતા અને કાળાબજારમાં ઊંચા ભાવ ચૂકવવા અસમર્થ હોવાથી શ્રમિક પરિવારોની હાલત દિવસે ને દિવસે ખૂબ જ બેકાર બની રહી છે.
• ગ્રામ્ય લેવલ સ્થિતિ : ગામડાના રહેવાસીઓ એ સિલિન્ડરની નોંધણી કરાવ્યા છતાં ગેસ ન મળવાથી તે લોકો
• કંટાડીને લાકડા નો ઉપયોગ કરવા માટે સક્ષમ બન્યા છે.

સામાન્ય રીતે આ શ્રમિકોને લગભગ 1200 રૂપિયામાં મળતો ગેસ સિલિન્ડર હવે કાળાબજારમાં ચારથી પાંચ ગણા ભાવે વેચાઈ રહ્યો છે. કેટલાક સ્થળોએ 2500-3000 રૂપિયા ચૂકવ્યા બાદ પણ સિલિન્ડર મળવો શક્ય નથી.આવક મર્યાદિત હોવાને કારણે શ્રમિકો માટે આ ખર્ચ સહન કરવો ખૂબ જ મુશ્કેલી ભર્યો બની ગયો છે . આ સ્થિતિમાં છેલ્લા બે દિવસથી સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન પર વતન જતાં શ્રમિકોની ભીડ વધારે જ માત્રામાં જોવા મળી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

મતદાન મુદ્દે જાગૃતિ કેળવાય તે પણ ખૂબ જ જરૂરી છે, જેથી સારા લોકો અને સારી સરકારો ચૂંટાય: ઈસુદાન ગઢવી

ANIL PATEL

કચ્છનું ‘હરામી નાળું’: જાણો આ જળ માર્ગનું આવું નામ કેમ પડ્યું?

praxpatel

હોર્મુઝ વિવાદ: ઈરાનની ખુલ્લી ધમકી, ‘ના રસ્તો ખુલશે, ના કોઈ વાતચીત થશે’, ટ્રમ્પના એક્ઝિટ પ્લાનથી ખળભળાટ

praxpatel