Gujarat Plus
Breaking News
gujaratplusઅન્યગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામા

Ahmedabad Love Jihad Row: અમદાવાદ શહેરના ઘીકાંટા વિસ્તારમાં આવેલી જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ 3 માર્ચે રીતસરની છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી પ્રેમલગ્ન કરવા માટે પહોંચતા હિન્દુ સંગઠનોએ ત્યાં પહોંચીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો. યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે, રજિસ્ટ્રાર ઓફિસમાં બંધ બારણે સેટિંગ ગોઠવીને પ્રક્રિયા કરાઈ રહી છે. યુવતીને પ્રેમજાળમાં ફસાવાઈ છે, તો હિન્દુ સંગઠનોએ ઘટનાને લવ જેહાદ ગણાવી છે.  

વકીલના વેશમાં યુવતીને કોર્ટમાં લઈ જવાઈ, વકીલોનો વિરોધ:-

સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચા યુવતીના પહેરવેશની થઈ રહી છે. લગ્ન કરવા આવેલી યુવતી વકીલના ડ્રેસમાં સજ્જ થઈને આવી હતી, જેને જોઈને ત્યાં હાજર અન્ય વકીલોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. યુવતી વકીલ હોવા છતાં વકીલના સ્વાંગમાં આવતા કાયદાકીય વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ પણ પોતાની મર્યાદાના ઉલ્લંઘન બદલ નારાજગી વ્યક્ત કરી છે.

નરોડાના સલમાન મન્સૂરી સાથે લગ્ન:-

યુવતીએ નરોડાના સલમાન મન્સૂરી નામના યુવક સાથે કોર્ટ મેરેજ કરવા પહોંચી હતી. યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ આનેલવ જેહાદ’ ગણાવીને વિરોધ નોંધાવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારે લગ્નનો સખત વિરોધ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે યુવતીને ભ્રમિત કરવામાં આવી છે. ઉપરાંત, અફઘાનિસ્તાનની એરફોર્સે ક્વેટામાં 12મી ડિવિઝન હેડક્વાર્ટર અને ખૈબર પખ્તુનખ્વાના મોહમંદ એજન્સીમાં ખ્વાજાઈ કેમ્પ સહિત અનેક મહત્ત્વના પાકિસ્તાની સૈન્ય મથકો પર હવાઈ ઓપરેશન હાથ ધર્યું હોવાનો દાવો કર્યો છે.

 

સંબંધિત પોસ્ટ્સ

‘ઈઝરાયલ અને અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારીશું નહીં,’ ઈરાની રાષ્ટ્રપતિએ શા માટે માફી માંગી?

Maheriya Nirali

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: મનરેગામાંથી ગાંધીજીનું નામ હટાવી દેવાનું બિલ પાસ; અમદાવાદમાં આજે T20ની છેલ્લી મેચ; એપસ્ટીન સેક્સ સ્કેન્ડલ-68 નવી તસવીરો જારી – Gujarat News

Gujarat Plus

વીડિયો કોલ પર પતિ સાથે ઝઘડો અને પ્રખ્યાત અભિનેત્રીએ જીવન ટૂંકાવ્યું: જન્મદિવસના 6 દિવસ પહેલા જ દુખદ અંત

praxpatel