Gujarat Plus
Breaking News
gujaratplusગુજરાત

જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો અંત! કીર્તિ પટેલે સાલ ઓઢાડી ઈન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા

સમાધાનનો શંખ

કીર્તિ પટેલે સમાધાન અંગે જણાવ્યું કે, “અનેક લોકોએ ભારતી પરિવારને તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ ગિરનારી મહારાજે કોઇનો મેળ આવવા દીધો નહી. આ ઉપરાંત તેણે કહ્યું કે મારા ગુરૂ હરીહરાનંદ ભારતી બાપુનું માન સન્માન જાળવી રાખવા તથા સનાતન ધર્મને કલંક ન લાગે તે માટે સાધુ સંતો સાથેના વિવાદનું સમાધાન કરી લીધું છે. ”

વિવાદની શરૂઆત

કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન બાદ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ સામે સોશિયલ મીડિયા પર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમને ઇન્દ્રભારતી બાપુના ઇશારે કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી અને તેમણે માત્ર તેમને જ કેમ ટાર્ગેટ કરવામાં આવી તે અંગે સવાલ ઉઠાવ્યો હતો.

Junagadh News : કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો સુખદ અંત આવ્યો છે. સનાતન ધર્મની એકતા અને સાધુ-સંતોના સન્માન સાથે આ સમગ્ર વિવાદનો હવે ઉકેલ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુ સહિતનાં સાધુસંતોને શાલ ઓઢાડીને આશિર્વાદ લીધા હતા. કીર્તિ પટેલ પોતાના ગુરૂ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરૂ મહેન્દ્રાનંદગીરી બાપુનું પણ સન્માન કર્યું હતું.

આક્ષેપો અને વિવાદાસ્પદ પોસ્ટ

કીર્તિ પટેલે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં ગંભીર આક્ષેપો કર્યા હતા અને ઇન્દ્રભારતી બાપુ વિશેની ‘સચ્ચાઈ’ પુરાવા સાથે જાહેર કરવાની ધમકી આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમની સાથે બીજી અનેક યુવતીઓ પણ સ્નાન કરી રહી હતી પરંતુ તેમને કોઈએ રોક્યા નહોતા.

સમાધાનનો માર્ગ

આ વિવાદને પગલે જૂનાગઢના ધાર્મિક વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો. પરંતુ, આખરે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. સમાધાન દરમિયાન કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ઇન્દ્રભારતી બાપુ અને અન્ય સાધુ-સંતોએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા હતા. કીર્તિ પટેલે તેમના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ અને જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીબાપુનું પણ સન્માન કર્યું હતું.

વિવાદ ઉકેલવા પાછળનું કારણ

કીર્તિ પટેલે જણાવ્યું હતું કે તેઓ ઘણા લોકોએ ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી હતી પરંતુ ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો. તેમણે વધુમાં કહ્યું કે, તેમના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુનું માન-સન્માન જાળવી રાખવા અને સનાતન ધર્મને કલંક ન લાગે તે માટે તેમણે આ વિવાદનું સમાધાન કર્યું છે. ભારતી પરિવાર અને સાધુ સમાજ પ્રત્યે આદર: આ પ્રસંગે કીર્તિ પટેલે ભારતી પરિવાર અને સાધુ સમાજ પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો હતો.

 

સંબંધિત પોસ્ટ્સ

પાટીદાર સમાજે કહ્યું: સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, માંડલ ખાતે પાટીદાર સમાજની જનક્રાંતિ મહારેલી

Maheriya Nirali

ગુજરાત ચૂંટણી: OBC અનામત મામલે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, શું ચૂંટણી અટકશે?

praxpatel

અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખૂની ખેલ

ANIL PATEL