Gujarat Plus
Breaking News
ક્રાઇમગુજરાત

અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખૂની ખેલ

અમદાવાદમાં વધુ એક હત્યોનો બનાવ

February 22, 2026 – તિક્ષણ હથિયારો વડે હુમલો કરાતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. હત્યારો હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો હોય પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરી હત્યારાનું પગેરુ્ં મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે


તિક્ષણ હથિયારથી હુમલો કરાયો

બહેરામપુરામાં રહેતો 19 વર્ષીય હિમેશ પરમાર ગઈકાલે રાત્રે તેનું બાઈક લઈને બહેરામપુરાના હીરાલક્ષ્મી ફ્લેટ પાસેથી જઈ રહ્યો હતો.આ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ હિમેશ સાથે તકરાર કરીને હિમેશને પેટના હાથના અને શરીરના અલગ અલગ ભાગ ઉપર શિક્ષણ હથિયાર વડે ઈજા પહોંચાડી હતી.અજાણ્યો વ્યક્તિ હિમેશને તીક્ષ્ણ હથિયાર મારીને નાસી ગયો હતો જે બાદ લોહીલુહાણ હાલતમાં હિમેશ જાહેરમાં પડ્યો હતો.જેને આસપાસના લોકોએ સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ ગયા હતા.


હત્યારાની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ

ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે હત્યા કોણે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.મૃતકના પરિવારના સભ્યો અને મિત્રોના નિવેદન લેવામાં આવ્યા છે.હાલ જે શંકાસ્પદ લાગી રહ્યું છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.જોકે અત્યાર સુધી હત્યા કોણે કરી તે જાણવા મળ્યું નથી.

પોલીસે આ બાબતે તપાસ કરી રહી છે…પરંતુ અત્યારે મૃતક યુવકના પરીવારના માથે આભ તુટી પડ્યું છે

સંબંધિત પોસ્ટ્સ

ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 11 જૂનથી નર્મદાની નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી

praxpatel

અમદાવાદ પૂર્વમાં ‘ચૂંટણી જંગ’ જામ્યો: ભાજપના ગઢમાં ગાબડું પડવાની શક્યતા? જાણો કયા વોર્ડમાં છે નારાજગી

praxpatel

Twisha Sharma Case: સાસુ ગિરિબાલા સિંહની ધરપકડ, CBIએ 7 કલાક સુધી કરી પૂછપરછ

praxpatel