Gujarat Plus
Breaking News
CONGRESSઆપગુજરાતબિઝનેસરાજનીતિરાષ્ટ્રીયલાઈફ સ્ટાઇલશિક્ષણસ્પોર્ટ્સ

‘2026-27નું 4.08 લાખ કરોડનું બજેટ’, મુખ્યમંત્રીએ બજેટને આવકાર્યું

‘2026-27નું 4.08 લાખ કરોડનું બજેટ’, મુખ્યમંત્રીએ બજેટને આવકાર્યું

ગુજરાતનાં મુખ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલે આજે રજૂ થયેલા 4.08 લાખ કરોડના બજેટને આવકાર્યું. આજે રજો થયેલા બજેટમાં ગત વર્ષ કરતાં 10% વધારો છે, જ્યારે બજેટના 65% વિકાસલક્ષી કાર્યો માટે ફાળવણી કરવામાં આવી છે.

નાણામંત્રી કનુ દેસાઈએ આજે સતત પંચમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું. આજે નાણામંત્રી કનુ દેસાઈએ કુલ ₹4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કર્યું. ગુજરાત બજેટ 2026-27 અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આવી છે. વિધાનસભામાં કનુભાઈ દેસાઈએ રજુ કરેલ બજેટને મુખ્યમંત્રીએ આવકાર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિધાનસભામાં રજૂ થયેલ બજેટને “અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું” બજેટ ગણાવ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલ આ બજેટ ગત વર્ષ કરતાં 10.2 ટકા વધારે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 2026-27નું બજેટ ગત બજેટ કરતાં 10 ટકા વધીને 4.08 લાખ કરોડનું છે. આ બજેટ રાજ્યની અવિરત વિકાસયાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે. સર્વ સમાવેશી બજેટ આપવા બદલ તેમણે નાણામંત્રી કનુ દેસાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

GYAN પર વિશેષ ધ્યાન

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. GYAN મોડેલને કેન્દ્રમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે બજેટના કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી કાર્યો માટે ફાળવવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે સરકાર વિકાસને પ્રાથમિકતા આપી રહી છે.

સંબંધિત પોસ્ટ્સ

સીધા પાતાળલોક જવું હોય તો સીટીએમ ચાર રસ્તા આવો : AAP નેતા યાત્રિક પટેલના ભાજપ પર પ્રહાર

ANIL PATEL

સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં મોડી રાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ

Maheriya Nirali

સંસદ સત્ર બાદ પક્ષ-વિપક્ષની ‘ચાય પે ચર્ચા’: PM મોદી, પ્રિયંકા ગાંધી, રાજનાથ હાજર રહ્યા, G-RAM-G બિલના વિરોધમાં TMCએ સંસદમાં આખી રાત ધરણા કર્યા

Gujarat Plus